તળાજા નજીકના કુંઢેલી ગામ ખાતે આવેલા પ્રસિધ્ધ સ્વયંભુ પ્રગટ હનુમાનજી મહારાજ દેવસ્થાન ખાતે અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠના વિદ્વાન ભાગવતાચાર્ય ભાવેશભાઈ મહેતા (ખારી) પરિવાર દ્વારા આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. અહીંના ખાખરાવાળા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં થાળ તેમજ બ્રહ્મચોર્યાસી, બ્રહ્મપૂજન, શ્લોકગાન વગેરે યોજાયા હતા. આ પ્રસંગે બ્રહ્મસમાજના આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.