વલ્લભીપુરમાં ચાલતી શિવકથામાં ૬૪ જોગણીઓનાં દર્શન કરાવાયા

656

ક્રિષ્ન મહિલા મંડળ રાજપુત શેરી વલ્લભીપુર આયોજિત શિવ કથા  વકતા પ્રવિણ ગીરી બાપુ  કથા દરમ્યાન વિવિધ પ્રસાગોની ધામધુમથી ઊજવવામાં આવી છે જેમાં આજ રોજ તા.૬.૪.૨૦૧૯ ના રોજ ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થતા ૬૪ જોગણી સ્વરૂપે નાની નાની દિકરી યો દ્વારા વેશભૂષા કરી માતાજી ના વિવિધ સ્વરૂપ ના દશૅન કરાવ્યા હતા. શિવકથાના આયોજનમાં તમામ જ્ઞાતિ તથા દાતાઓનો સહકાર મળ્યો છે. આ કથા ને સફળ બનાવવા રાજપુત શેરી તેમજ વિવિધ મંડળના બહેનો ભાઈ ઓ તરફથી સહકાર મળેલ છે. જ્યારે ગરમી થી રાહત મેળવવા દાતા ઓ તરફથી ઠંડા શરબત ની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને તમામ બહેનો ભાઈ ઓ વડીલો કથા નુ રસપાન કરી રહ્યાં છે.

Previous articleખેલકૂદ મહોત્સવમાં જનરલ ચેમ્પિયન
Next articleરાણપુરમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલિ અર્પણ કરાઈ