સ્વાતંત્ર્ય સંગ્રામ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રચેલા દેશભક્તિના ૧૫ શૌર્ય ગીતોનો સંગ્રહ સિંધુડો ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ ધોલેરા સત્યાગ્રહના અવસરે પ્રસિધ્ધ થયો હતો.દેશપ્રેમના ૧૫ ગીતોની જાદુઈ અસર હેઠળ દેશવાસીઓ જોમ અને જુસ્સાથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં શામેલ થઈ ગયા હતા.સિંધુડોના ૮૯ માં પ્રાગટ્ય દિન તથા ધોલેરા સત્યાગ્રહની ૮૯મી જન્મ જયંતી નિમિત્તે ૬ એપ્રિલ ને શનિવારે ગાંધી ચોક.શહીદ સ્મારક-ધોલેરા ,જીલ્લા પંચાયત ઐતિહાસિક રેસ્ટ હાઉસ ધંધુકા અને રાણપુર પોલીસ સ્ટેશન પાસે આવેલ મેઘાણી પ્રતિમા ખાતે પીનાકી મેઘાણી, ગોવિંદસિંહ ડાભી, રાણપુર પી.એસ.આઈ.એમ.જે.સાગઠીયા નરેન્દ્રભાઈ દવે,જીવાભાઈ રબારી, અબ્બાસભાઈ ખલાણી, ડો.ધરાબેન ત્રિવેદી, જગદીશભાઈ દલવાડી સહીત વરિષ્ટ આગેવાનોની હાજરીમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા ને ફુલહાર પહેરાવી ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી.