વલ્લભીપુરમાં ભાજપ સ્થાપનાદિન સાથે ભાજપનાં ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ થયો

620

આજરોજ વલભીપુર ગ્રામ્ય શહેર ભાજપા દ્વારા ભાવનગર લોકસભા ના ઉમેદવાર ભારતીબેન શિયાળ ના કાર્યાલય ઉદ્ઘાટન અને ૬ એપ્રિલ ભાજપા સ્થાપના દિન ની ઉજવણી શિવાંજલી શોપિંગ વલ્લભીપુર ખાતે કરવામાં આવી ઉદઘાટક તરીકે ગુજરાત સરકારના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા મુખ્ય મહેમાન પૂર્વ મંત્રી આત્મારામભાઇ પરમાર ઉમેદવાર ભારતીબેન શિયાળ બાડા ના ચેરમેન એમોહ ભાઈ શાહ,બાબુભાઈ જેબલીયા, સુરેશભાઈ ગોધાણી ,મહિલા મોરચાના પ્રમુખ ગાયત્રીબા સૈરવૈયા દિગ્વિજયસિંહ ગોહિલ નંદની બેન ભટ્ટ ની ઉપસ્થિતિમાં કાર્યકરોની વિશાળ સંખ્યામાં કરવામાં આવ્યું કાર્યક્રમનું સફળ સંચાલન મુકેશભાઈ લંગાળીયા એ કરેલ સ્વાગત પ્રવચન જિલ્લા મહામંત્રી દિલીપભાઈ શેટાએ કર્યું હતું.

વલભીપુર શહેર યુવા મોરચા પ્રમુખ દિપક લાભુભાઈ સોલંકી અને ગ્રામ્ય માં યુવા મોરચા પ્રમુખ દીપકભાઈ સોલંકિ તેમજ યુવા મોરચા ની ટિમ દવારા વલ્લભીપુર શહેરમાં બાઇક રેલી મોટર કાર રેલીનું પણ આયોજન થયેલ જેમાં પણ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાય રેલીને સફળ બનાવેલ અંતમાં ગ્રામ્ય  પ્રમુખ ગોહિલ અજીતસિંહ અને શહેર પ્રમુખ પ્રતાપસિંહ પરમારે આવકાર્યા હતા.

Previous articleદામનગરમાં ઓનલાઇન જુગાર રમતા ૩ શખ્સોને ઝડપી લેવાયા
Next articleરાણપુરની સર્વોદય સ્કુલ ખાતે પાંચમો વાર્ષિકોત્સવ ઉજવાયો