રાજુલા ખાતે ભાજપના સ્થાપના દિનની ઉજવણી

535

આજરોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિને પૂર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકીએ પુષ્પાંજલી અર્પી હતી અને અમરેલી લોકસભાના ઉમેદવાર નારણભાઇ કાછડીયાના કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યું હતું. ભાજપના પાયાના પથ્થર એવા ગૌતમભાઇ પંડ્યા, હિરાભાઇ સોલંકી, જિલ્લા મહામંત્રી રવુભાઇ ખુમાણ, માજી નગરપાલિકા પ્રમુખ સંજયભાઇ ઘાખડા, સાથી જયંતીભાઇ જાની, મહેન્દ્રભાઇ ઘાખડા, સાગરભાઇ સરવૈયા, પરેશભાઇ લાડુમોર, ચિરાગભાઇ જોશી, નાજાભાઇ પીંજર આહીર સમાજ અગ્રણી, ભરતભાઇ જોશી, મશરૂભાઇ સહિતના ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપ સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરાઇ હતી.

Previous articleરાણપુરની સર્વોદય સ્કુલ ખાતે પાંચમો વાર્ષિકોત્સવ ઉજવાયો
Next articleરાજુલામાં લાલદાસબાપુની પાંચમી પૂણ્યતિથી ઉજવાઇ