રાજુલા તાલુકાના રામપરા (૨) વૃંદાવનબાગના બ્રહ્મલીન મહંત સંત શિરોમણી લાલદાસબાપુની પાંચમી પૂણ્યતિથીએ પાંચ મહામંડલેશ્વરો સાથે અતિથિ વિશેષ પૂજ્ય મોરારિબાપુની ખાસ ઉપસ્થિતિ જેમાં હરિદ્વાર ખાતે મહાકુંભ મેળામાં જેને મહામંડલેશ્વર ની પદવી સંત પૂજ્ય મોરારિબાપુની ઉપસ્થિતિમાં હજારો સંતો મહંતો અખાડાના મહંતોની હાજરીમાં વિધીસર મહામંડલેશ્વરની પદવીનો અભિષેક થયો તેવા કાઠી ક્ષત્રિય સમાજની દેહાણ જગ્યા જે અઢારેય વર્ણની આસ્થાનું કેન્દ્ર એવા પાળીયાદ જગ્યાના મહંતશ્રી ઉમાબા, અખેગઢ હરીવલ્લભદાસ બાપુની જગ્યાના મહંત સંત અને પ્રખર રામાયણી વક્તા વસંતબાપુ આમ બે બે સંતોને હરિદ્વાર ખાતે મહામંડલેશ્વરની પદવી ગ્રહણ થયેલ તે બંને મહાન સંતો તેમજ સંત રમજુબાપુ મહામંડલેશ્વર અંબીકા આશ્રમ સાંગાણા, કાણીરામબાપુ, શેરનાથ બાપુ જુનાગઢ, સતવા બાબા કાશીવિશ્વનાથ, વિશ્વંભરદાસ બાપુ સહીતનું સન્માન વૃંદાવનબાગના મહંત પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ દ્વારા કરી પૂજ્ય લાલદાસ બાપુની પાંચમી પૂણ્યતિથીનો શુભારંભ દીપક પ્રાગટ્ય કરી ઇતિહાસિક પૂણ્યતિથીની ઉજવણી કરાઇ આ પ્રસંગે સરપંચ સનાભાઇ વાઘ જીકારભાઇ, અરજણભાઇ તાલુકાપંચાયત ઉપપ્રમુખ લાલાભાઇ બાઘાભાઇ વાઘ, કાતર દરબાર રામબાપુ વરૂ, ભયલુબાપુ પાળીયાદ તેમજ માયાભાઇ આહીર, આતાભાઇ બાબભાઇ રામ સહિત દરેક જ્ઞાતિ આગેવાનો સહિતને મોરારીબાપુએ આશીર્વાદ આપી સાથે ચાબખા પણ માર્યા કે ભારતીય હિન્દુ સંસ્કૃતિના મૂળ રખેવાળોના રખેવાળ ક્ષત્રિયો છે જેમાં આહીર સમાજ જુદો નથી. તેવી માર્મિક ટકોર પણ કરાઇ.