વિશ્વ હિંદુ પરીષદ દ્વારા પ્રયાગરાજ કુંભમેળા ખાતે મળેલી જનસંસદમાં અપાયેલા આદેશ મુજબ મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ રામચંદ્રજીના જન્મસ્થાન પર નિર્માણ થનાર મંદિરના અવરોધોને દૂર કરવા આજે ગુડીપડવાના શુભ દિને વહેલી સવારે ૬ કલાકથી સર્વ સિદ્ધી યોગ મૂહુર્ત દરમ્યાન રામનામ વિજયમંત્ર અનુષ્ઠાન સમગ્ર દેશમાં કરવાનું થયેલ આયોજનના ભાગ રૂપે ભાવનગર વિહિપ દ્વારા તખ્તેશ્વર મંદિરે વહેલી સવારે રામ નામ વિજયમંત્ર અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિહિપ આગેવાનો કાર્યકરો જોડાયા હતા.