ભાવનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઇ પટેલના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું આવતીકાલ તા.૭ને રવિવાર સવારે ૧૦ કલાકે વિકટોરીયા પાર્ક સામે ઇસ્કોન પાસે ઉદ્દઘાટન કરવામાં આવશે. જેમાં પ્રદેશ કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
ભાવનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઇસ્કોન રોડ પેટ્રોલ પંપ પાસે રવિવારે સિદ્ધાર્થ પટેલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા કાર્યાલયનો પ્રારંભ થતાની સાથે જ પ્રચાર પ્રસાર જોર શોરથી કરવામાં આવશે. ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટનમાં ભાવનગર જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યો ઉપરાંત શહેર જિલ્લા પ્રમુખ તેમજ કોંગ્રેસના વિવિધ શહેરી મોરચાના હોદ્દેદારો કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે.