શિવલિંગ વિવાદ બાદ દબંગ-૩ના સેટ પર સુરક્ષા વધારાઇ,મોબાઇલ પર પ્રતિબંધ

840

સલમાન ખાન મધ્યપ્રદેશના મહેશ્વર જિલ્લામાં દબંગ ૩નું શૂટિંગ કરી રહ્યો છે. આ શોના સેટ પરથી દરરોજ તસવીરો લીક થઈ રહી છે અને ફિલ્મને લઇને વિવાદ વધી રહ્યો છે. તાજેતરમાં જ આ ફિલ્મના સેટ પરથી એક એવો ફોટો વાઇરલ થયો હતો, જેમાં શિવલિંગ પર ટેબલ મૂકવામાં આવ્યું હતું. આ જોઇને લોકો ભડકી ગયા અને વિરોધ કરવાનું શરૂ કરી દીધું. વિવાદ વધતો જોઇને હવે સેટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અહેવાલો અનુસાર, ફિલ્મની ટીમ નથી ઈચ્છતી કે શૂટ દરમિયાન સેટ પર કોઈ સમસ્યા ઊભી થાય. સલમાન સહિત અન્ય એ સ્ટાર સેલિબ્રિટીઝ પણ આ ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. તેથી તેમની સલામતી માટે વધુ સુરક્ષા કર્મચારીઓને રાખવામાં આવ્યા છે. કોઈપણ બહારના વ્યક્તિને સેટ પર આવવાની મંજૂરી આપવામાં આવતી નથી. આ ઉપરાંત, સેટ પર મોબાઇલ ફોન પણ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે, જેથી સેટ પર કોઈ ફોટો ના પાડી શકે અને તેને વાઇરલ ના કરી શકે. માત્ર ડિરેક્ટર અને પ્રોડ્યુસરને જ ફોન રાખવાની મંજૂરી આપવામાં આવી છે. બાકીના મોબાઇલ લોકરમાં રાખવામાં આવે છે.

Previous articleવરૂણ ધવનની ગર્લફ્રેન્ડને મહિલા ફેને આપી જાનથી મારી નાંખવાની ધમકી
Next articleઅભિનેત્રી પ્રીતિ ઝિંટાને ફ્લાઇટમાં બેસવાથી રોકી દેવાઇ..!?