બોલીવુડ અભિનેત્રી પ્રીતિ જિંટાએ ૩૦ માર્ચે ચંડીગઢ જવા માટે મુંબઇથી ફ્લાઇટ બુક કરાવી હતી. પરંતુ તેને ફ્લાઇટમાં બેસવાથી રોકી દેવામાં આવી. રિપોર્ટ અનુસાર ગો એર ફ્લાઇટથી બુક કરાવવામાં આવેલી ટિકિટ પર પ્રીતિ જિંટાના એક્સ બોયફ્રેન્ડ રહેલા નેસ વાડિયાએ રોક લગાવી દીધી. નેસ વાડિયા ગો એર લાઇન્સના કો ઓનર છે. જોકે આ સમાચારને લઇને એરલાઇન્સનું નિવેદન સામે આવ્યું છે. તેને પૂર્ણ રીતે પાયાવિહોણા જણાવ્યું છે.એક રિપોર્ટ મુજબ બોલીવુડ અહિનેત્રી, કિંગ્સ ઇલેવન પંજાબની કો-ઓનર પ્રીતિ જિંટાએ ૩૦ માર્ચે ચંડીગઢ જવા માટે સવારે ૮.૩૦ વાગ્યે ફ્લાઇટ બુક કરાવી હતી. જ્યારે તેની આઇપીએલ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ માટે સવારે ૯.૨૦ની ફ્લાઇટ બુક કરવામાં આવી હતી. આ દરેક ટિકિટો ગો એરથી બુક કરવામાં આવી હતી. પરંતુ ફ્લાઇટ માટે જવાની થોડીક વાર પહેલા પ્રીતિએ તેમના સ્ટાફને ફોન કરીને જણાવ્યું કે તેને બોર્ડિંગ પાસ આપવામાં આવ્યો હતો. પરંતુ તેને પરત લેવામાં આવ્યો.
આ આખા મામલાને જાણવા માટે પ્રીતિ એરપોર્ટ પહોંચી ત્યારે તેને જણાવ્યું કે તેને ફ્લાઇટમાં બેસવાથી રોકવા માટે ગો એરના કર્મચારીઓને ઉપરથી કડક આદેશ આપવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ ગો એર ના કો-ઓનર નેસ વાડિયાએ પ્રીતિ જિંટાને ગો એરમાં જવાથી રોક લગાવી રાખી છે. જ્યારે આ વાતની પ્રીતિ જિંટાને ખબર પડી તો તેને કહ્યું કે ગેરકાયદાકીય છે. કારણકે ભલે નેસ વાડિયા ગો એરના ઓનર્સમાંથી એક છે પરંતુ એરક્રાફ્ટ્સ તો સરકારની છે અને નેસ આ રીતે તેને રોકવા માટે આદેશ આપી શકે નહીં.