ગાંધીનગર જિલ્લાના દહેગામમાં ચેટીચાંદ પર્વની ઉજવણી દહેગામ સિંધી પંચાયત દ્વારા કરવામાં આવી હતી. જેમાં સિંધીભાઇઓ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. નગરના માર્ગો ઉપરથી પસાર થઇ શોભાયાત્રા અમદાવાદ તરફ ગઇ હતી. શોભાયાત્રાનું દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, નગરપાલિકાના પ્રમુખ બિમલભાઇ અમીન, પૂર્વ પ્રમુખ ગુણવંતભાઇ બારોટ, કમલેશભાઇ અમીન, એપીએમસીના ચેરમેન સુમેરૂભાઇ અમીન, નાગજીભાઇ રબારી, યુવા પ્રમુખ ગોપાલ બારોટ, રાકેશ રબારી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.