વધુ ૧.૬૭ લાખની નકલી નોટ ઝડપી લેતી એસઓજી

803
bvn812017-12.jpg

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલની સુચનાથી બે દિવસ પુર્વે ભાવનગર એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર તથા એસ.ઓ.જી. સ્ટાફે તથા વલ્લભીપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. ટી.એસ.રીઝવી તથા સ્ટાફે સંયુક્ત ઓપરેશન કરી રૂપિયા ૯,૬૭,૫૦૦/- ની ૨૦૦૦ તથા ૫૦૦ ના દરની જાલી નોટો ઝડપી પાડેલ હતી અને બે આરોપીઓ જગાભાઇ રેવાભાઇ ભુરખીયા ઉ.વ.૩૨ રહે. રાજપરા (ભાયાતી), દલસુખભાઇ ભીખાભાઇ ભાવનગરીયા/પટેલ ઉ.વ.૪૩ રહે. લાઠીદડવાળાને ઝડપી પાડેલ હતા અને બંન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કરી દિન-૨ ના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવેલ હતા અને રિમાન્ડ દરમ્યાન આરોપી દલસુખ પટેલે કબુલાત આપેલ હતી કે, જે આધારે આરોપી દલસુખના ઘરે લાઠીદડ ખાતેથી રૂપિયા ૫૦૦ તથા ૧૦૦ તથા ૫૦ તથા ૧૦ ના દરની રૂપિયા ૧ લાખ ૬૭ હજારની જાલી નોટો ઝડપી પાડેલ છે અને સાથે જાલી નોટ છાપવા ઉપયોગમાં લેવાયેલ કોમ્પ્યુટર તથા કલર પ્રિન્ટર તથા સ્ટેશનરી પણ આરોપી દલસુખના ઘરેથી કબ્જે કરવામાં આવેલ છે. ઝડપાયેલ જાલી નોટોમાં રૂપિયા ૫૦૦ ના દરની નોટ-૩૧૮ તથા ૧૦૦ ના દરની નોટ-૭૫ તથા ૫૦ ના દરની નોટ-૧૯ તથા ૧૦ ના દરની નોટ-૧૯ છે.  આમ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે જાલી નોટ કેસમાં વધુ રૂપિયા ૧ લાખ ૬૭ હજારની જાલી નોટ ઝડપી પાડેલ છે.   
આ સમગ્ર કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર તથા વલ્લભીપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. ટી.એસ.રીઝવી તથા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. જી.પી.જાની તથા હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ તથા બલવિરસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. જીતેન્દ્રસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા ડ્રાઇવર મહેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા.

Previous articleગારિયાધારમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે ૧ ઝબ્બે : બે ફરાર
Next articleઅંતિમ રવિવારે આકાશી યુધ્ધની તૈયારી