ગજાનન સેવા સમિતિ દ્વારા લાભાર્થીઓને અનાજની કિટ આપી

594

ગજાનન સેવા સમિતિ ગાંધીનગર દ્વારા સુનોક, ગડાદાર તેમજ ખારીના કુલ ૧૨૧ લાભાર્થીઓને ત્રણ કિલો ચોખા, ધાણી તથા પેરાસીટામોલની સ્ટ્રીપ આપી હતી. ઉપરાંત પુજારી ટીંબા, નવાધરા તથા દોલપુરની શાળાના વિદ્યાર્થીઓને કપડાં આપ્યા હતા. ભીલોડા તાલુકાના લુસડિયા વિસ્તારની ગઢીયા તથા મેરાવડા ગામમાં તમામ બાળકોને નાસ્તો કરાવ્યા બાદ પાંચ શાળાના બાળકોને પેન્સિલ, રબર તેમજ પેન આપી હતી. સમિતિના સેવા કાર્યમાં નિખિલ ભટ્ટ, મિલિન્દભાઇ, મહર્ષિ સહિતના કાર્યકરોએ સહયોગ આપ્યો હતો.

Previous articleડીસાના ઓવરબ્રીજ પરથી હિટાચી મશીન નીચે પટકાતા અકસ્માત
Next articleસિવિલ હોસ્પિટલના D૯ વોર્ડમાં ACમાં શોર્ટ સર્કિટથી આગ