ડીસાના આખોલ પાસેથી ઓવરબ્રિજ પર ટ્રેઈલર હિટાચી મશીનને દોરડા વડે બાંધી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ઓવરબ્રિજના વળાંકમાં અચાનક દોરડું તુટી જતા હિટાચી મશીન ઓવર બ્રિજ પરથી નીચે પટકાયું હતું. પરંતુ સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી.
ડીસા તાલુકાના આખોલ ગામ પાસેથી પસાર થઈ રહેલ ઓવરબ્રિજ એટલો ભયંકર છે કે આ ઓવરબ્રિજ પરથી આજસુધી અનેક લોકો બ્રિજ પરથી નીચે પટકાયા છે. અવાર-નવાર આ બ્રિજના ભયંકર વળાંકના કારણે અનેક લોકો બ્રિજ પરથી નીચે પટકાવવાનાકારણે મોતને પણ ભેટયા છે. ત્યારે આજરોજ વધુ એક સાધન નીચે પટકાવવાની ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના આખોલ ગામ પાસેથી પસાર થઈ રહેલ ઓવરબ્રિજ પર બપોરના સમયે ટ્રેઈલર હિટાચી મશીનને દોરડા વડે બાંધી ડીસા તરફ આવી રહ્યો હતો ત્યારે આ ઓવરબ્રિજના ભયંકર વળાંકના કારણે ટ્રેઈલર પાછળ બાંધેલ હિટાચી મશીનનું રડું તૂટી જતા આ હિટાચી મશીન બ્રિજ પરથી નીચે પટકાયું હતું. આ બ્રિજ નીચે અવાર-નવાર મોટુ ટ્રાફિક રહેતું હોય છે પરંતુ બપોરનો સમય હોવાના કારણે ટ્રાફિક ન હતું. જેના કારણે મોટી દુર્ઘટના બનતી અટકી હતી. આ અકસ્માત સર્જાતા કોઈ વ્યક્તિને ઈજાઓ થઈ ન હતી.