અસારવા સિવિલ હોસ્પિટલમાં બપોર બાદ આગનો બનાવ બન્યો હતો. એસીમાં શોર્ટ સર્કિટના પગલે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. આગના બનાવની જાણ થતાં ફાયર ફાયટરની ગાડીઓ દોડી ગઈ હતી. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવા આવી હતી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. સાથે જ તંત્ર દ્વારા પણ દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડાયા હતા. આગની ઘટનામાં બે લોકો દાઝ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રવિવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડી ૯ વોર્ડમાં આગ લાગી હતી. જેના પગલે વોર્ડમાં રહેલાં દર્દીઓ અને તેમના સગા સંબંધીઓએ તોડધામ કરી હતી. સાથે જ તંત્રને પણ આગ અંગે જાણ કરી હતી. તંત્ર દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. જે બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.મળતી માહિતી પ્રમાણે, ડી ૯ વોર્ડમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાને લીધે આગ લાગી હતી. આગની ઘટનામાં બે લોકો દાઝ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે તંત્ર દ્વારા ડી૯ વોર્ડના દર્દીઓને ટ્રોમાં સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા.