હિંદુ ધર્મને સૌથી હિંસક કહેવા બદલ ઉર્મિલા માતોડકર સામે પોલીસ ફરિયાદ

653

લોકસભાની મુંબઈ નોર્થ બેઠક પરની કોંગ્રેસની ઉમેદવાર અને બોલીવૂડ અભિનત્રી ઉર્મિલા માંતોડકર સામે હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. ઉર્મિલા માતોંડકરે તાજેતરમાં એક ટીવી ઈન્ટરવ્યૂમાં હિન્દુ ધર્મ હવે દુનિયાનો સૌથી હિંસક ધર્મ થઈ ગયો હોવાનુ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ.જેની વ્યાપક ટીકાઓ પણ થઈ રહી છે. પવઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવનાર ભાજપના નેતા સુરેશ નખુઆનુ કહેવુ છેકે, ઉર્મિલાએ હિન્દુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે.આ ફરિયાદમાં રાહુલ ગાંધી અને એક પત્રકારના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારથી ઉર્મિલાએ આ નિવેદન આપ્યુ છે ત્યારથી તેને લઈને વિવાદ થઈ રહ્યો છે.ઉર્મિલા માતોંડકર પહેલા ૨૦૦૪માં આ બેઠક પરથી ગોવિંદાએ પણ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડીને જીત મેળવી હતી.

Previous articleસુરક્ષાદળો માટે હાઇ-વે બંધ કરવાના મુદ્દે PDP-NCનો વિરોધ
Next article૨૦૧૯ સર કરવા કોંગ્રેસનું નવું શસ્ત્રઃ ‘અબ હોગા ન્યાય’