લોકસભા ચૂંટણીને લઇને રાજકીય હલચલ જોવા મળી રહી છે. આવામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરની નારાજગી સામે આવી રહી છે. કહેવાય છે કે, જોધાજી ઠાકોર કોંગ્રેસથી નારાજ છે. આટલું જ નહીં, જોધાજી ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક પણ કરી છે. નારાજ જોધાજી ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બંધ બારણે બેઠક કરી છે. જ્યારે તેમણે આ બેઠક હારીજની એક હોટલમાં કરી હતી. આ બેઠકને જોતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
જોધાજી ઠાકોર અને સીએમની બેઠક બાદ કોંગ્રેસ પક્ષમાં નવા જૂની થવાના એંધાણ જોવાઇ રહ્યાં છે. આવાં તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. ઉલ્લેખનીય છે કે, જોધાજી ઠાકોરની સ્થાનિક ઉમેદવાર અંગેની માગણી ન સંતોષાતા તે નારાજ હતા.