બરવાળા તાલુકાના રાણપરી ગામે ૬ એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં જામસંગભાઇ પરમાર(ઉપ પ્રમુખ બોટાદ જિલ્લા ભાજપ), સુરેશભાઇ ગઢિયા (પ્રમુખ બરવાળા તાલુકા ભાજપ),વીરેન્દ્રભાઈ ખાચર (પ્રમુખ તાલુકા પંચાયત બરવાળા), વિજયભાઈ ખાચર, રતિલાલ શિહોરા (મહામંત્રી બરવાળા તાલુકા ભાજપ), વજુભાઈ પરમાર, રવિરાજસિંહ પઢિયાર (પ્રમુખ બરવાળા તાલુકા યુવા મોરચો) સહિતના હોદેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બરવાળા તાલુકાના રાણપરી તેમજ વહિયા ગામે તા.૬ એપ્રિલ ના રોજ સાંજના ૫ઃ૦૦ કલાકે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉપસ્થિત હોદેદારો, કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમની શરૂઆત હોદેદારોના વરદ હસ્તે દિપ પ્રાગટયથી તેમજ પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યુ હતુ.તેમજ રાણપરી તેમજ વહિયા ગામે ડોર ટુ ડોર પ્રચાર-પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.