છેલ્લા દશકાથી સિંહના અસ્તિત્વ અને સંબંધિત સાથે મધ્યગીરથી ભાવનગરના ડુંગરાઓ સુધીના વિસ્તરણ માટે વન વિભાગ સક્રિય છે. ભાવનગર રેલી મંડળનું કાર્યક્ષેત્ર અમદાવાદના ગાંધીગ્રામ રેલ મથકથી શરૂ થાય છે. રેલમાર્ગનું પણ વિસ્તૃતિકરણ – રૂપાંતરણ કાર્ય પૂરબહારમાં થઇ રહ્યું છે. ગાંધીગ્રામ રેલ મથક પર ભાવનગર રેલ મંડળ દ્વારા સિંહ પરિવારના ચિત્ર સાથે આવકાર આપતું સુંદર ચિત્ર વર્ષોથી રહેલું છે.