પાલિતાણાના રાજપરા ગામે મતદાર જાગૃતતા રેલી

742

પાલિતાણા તાલુકાના રાજપરા (ઠા.) ગામે લોકશાહી પર્વની ઉજવણીની તૈયારીરૂપે ગ્રામજનો દ્વારા વિશાળ સ્કુટર રેલી યોજી મતદારોને જાગૃત કરવાનો કાર્યક્રમ બી.એલ.ઓ. જયેન્દ્રસિંહે ડી. ગોહિલ મારફત તા. ૭-૪-ર૦૧૯ને રવિવારના રોજ યોજવામાં આવ્યો ગામની કુલ વસ્તી ૧૧ર૪ અને નોંધાયેલ મતદારો ૭૬૧ છે જે તમામ મતદારો પોતાના મતનો અધિકાર ભોગવી શકે તે માટે તમામ મતદારો સુધી પહોંચીને જાગૃતતા કરવાના અનેક કાર્યક્રમ નિયમિત યોજવામાં આવે છે. જેમાં ગ્રામજનો શોહભેર જોડતા રહે છે. જેના પરિણામ સ્વરૂપે મતદાનના દિવસે ૯૦ ટકા ઉપર મતદાન થાય છે અને સાચી રીતે લોકશાહી પર્વની ઉજવણી  ગ્રામજનો કરે છે.

Previous articleગાંધીગ્રામ-ભાવનગર અને સિંહ
Next articleપાલીતાણાની સગીરા ઉપર દુષ્કર્મ કરનાર શિક્ષકને ઝડપી લેવા માંગ