ભાવનગરની આગવી ઓળખ એવા ઐતિહાસિક તખ્તેશ્વર મહાદેવ મંદિરના ૧રપ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવેલ. જેના ભાગરૂપે આજે સંસ્કાર ભારતી દ્વારા નૃત્ય સાથેનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કથ્થક, શિવસ્તુતી, લોકનૃત્ય સહિતની પ્રસ્તુતિ કરાઈ હતી. જેમાં યોગેશભાઈ દવે, રાજીવભાઈ ભટ્ટ, લાભુદાન ગઢવી, હીનાબેન બધેકા, ધારાબેન બધેકાએ ભાગ લીધેલ. જ્યારે સાક્ષીબેન અને માનુષીબેન દેસાઈ દ્વારા શિવ-કૃષ્ણના નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. કાર્યક્રમમાં મંત્રી વિભાવરીબેન દવે સહિતના આગેવાનો, આમંત્રિતો, નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્કાર ભારતીના ભરતભાઈ પંડયા, મયુરીબેન, વત્સલાબેન, અશોકભાઈ ભટ્ટ, જયસુખભાઈ, સુરેશભાઈ, પરેશભાઈ રાવળ, સમીરભાઈ વ્યાસ સહિતે જહેમત ઉઠાવી હતી.