પાલીતાણાની સગીરા ઉપર દુષ્કર્મ કરનાર શિક્ષકને ઝડપી લેવા માંગ

718

ગત તા.૨ એપ્રિલના રોજ પાલીતાણા ખાતેની શાળામાં બપોરના સમયે વિજય નામના શિક્ષકે ૧૩ વર્ષની બાળાને સફાઇ કરવા માટે અગાશી ઉપર મોકલ્યા બાદ તેની પાછળ જઇને સગીરા ઉપર દુષ્કર્મ આચરી પલાયન થયો હતો. આ બનાવ અંગે સગીરાનાં વાલીએ પાલીતાણા ટાઉન પો.સ્ટે.માં શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ કરેલ. આ બનાવની વિવિધ સંસ્થાનાં આગેવાનો પીડીત પરિવારની વ્હારે આવ્યા છે અને પોલીસને નાસી છૂટેલ આરોપી શિક્ષકને શુક્રવાર સુધીમાં ઝડપી લેવા અલ્ટીમેટમ આપેલ છે. અન્યથા ભાવનગર કલેકટર કચેરી સામે ઘેરાવ કરવાની ચીમકી આપવામાં આવેલ છે.

તા. ૨- ૪-૨૦૧૯ ના રોજ પાલિતાણા માં સગીર બાળા ઉપર એજ સ્કૂલ ના શિક્ષક એ દુષ્કર્મ આચર્યા ની ફરિયાદ પાલીતાણાના ટાઉન પોલીસ માં નોંધાય હતી જેને લઈને ભાવનગર ની અનેક સંસ્થાઓ હરકત માં આવી છે. અને પાલીતાણા પોલિસ ને રજુઆત કરવામાં આવી છે. કે આ શેતાન ને જલ્દી થી જલ્દી પકડવામાં આવે અને કડક માં કડક સજા કરવામાં આવે અને જો આ આરોપી ને ગુરુવાર સુધી માં પકડવામાં નહીં. આવે તો શુક્રવાર ના રોજ ભાવનગર કેલેક્ટર કચેરી નો ઘેરાવ કરવામાં આવશે અને પીડાતા ના પરિવાર ને ન્યાય અપાવવા હંમેશા એમની સાથે રહેશું એવું ક્રાંતિ સેના અધ્યક્ષ મનહરભાઈ રાઠોડે જણાવ્યું હતું આ રજુઆત માં સફીભાઈ સયૈદ, સરફરાઝ પાંચા, ઈરફાન મહેતર, નદીમ ખાન, વગેરે પીડિત ના પરિવાર ને મળી ને આશ્વાસન આપ્યું હતું. જલ્દી થી જલ્દી આરોપી ને પકડવામાં આવે એવું પોલીસ ને રજુઆત કરવામાં આવી હતી.

Previous articleપાલિતાણાના રાજપરા ગામે મતદાર જાગૃતતા રેલી
Next articleબોટાદની રતનવાવ પ્રા.શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ