બોટાદના રતનવાવ પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. રતનવાવ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં કલ્પેશભાઈ દસાડીયા, ભુપેન્દ્રભાઇ પટેલ,દશરથસિંહ ચાવડા, પ્રિતેશભાઈ ભટ્ટ સહિતના શિક્ષણગણ તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિદાય લઈ રહેલા ધોરણ ૮ ના વિદ્યાર્થીઓએ શાળાને ડિજિટલ ઘડિયાળ ભેટ આપવામાં આવી હતી તેમજ શિક્ષણગણ દ્વારા વિદ્યાર્થીઓને આશિર્વચન પાઠવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા દશરથસિંહ ચાવડા સહીસ શાળાના શિક્ષણગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.