આગામી સમયમાં લોકસભા સામાન્ય ચુંટણી યોજાનાર છે અને ચુંટણી શાંતીપુર્ણ માહોલમાં યોજાય તે સારૂ જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો બાબતે માહિતી મેળવી આવા ઇસમોને ઝડપી પાડવા એસ.પી.જયપાલસિંહ રાઠૌર સુચના આપેલ હતી જે અનુસંધાને એસ.ઓ.જી. ના પી.આઇ. એસ.એન.બારોટની સુચના અને પીએસઆઇ એચ.એસ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહિલ ને મળેલ બાતમીના આધારે આજરોજ શિહોર તાલુકાના મગલાણા ગામ નવાગામ જવાના રસ્તે એસ.વી.કૌર ગેસ પ્લાન્ટ પાસેથી હરદીપસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ ઉ.વ.૨૬ રહેવાસી મગલાણા તા. શિહોરવાળાને એક ગેરકાયદેસરની દેશી બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી. શાખાના પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી શિહોર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.