રસીક સકિર્તન મંડળ ભાવનગર આયોજીત ભાવનગરથી ડાકોર પગપાળા સંઘનું પ્રસ્થાન થયું હતું. શહેરના હલુરીયા ચોક નજીક આવેલ કાછીયાવાડમાંથી પ્રસ્થાન થયેલ પદયાત્રા સંઘમાં ૪૦ જેટલા ભાવિકો જોડાયા હતા. મંડળ દ્વારા પગપાળા સંઘના ૧૫માં વર્ષ નિમિત્તે રણછોડરાયજીને બાવન ગજની ધજા ચડાવવામાં આવનાર હોય, ધજા સાથે ભાવિકોએ ડાકોર જવા પ્રસ્થાન કર્યું હતું.