ચોરી કરેલા પાંચ મોટર સાયકલ સાથે ૧ શખ્સને ઝડપી લેતી ભરતનગર પોલીસ

1463

ભરતનગર પો.સ્ટે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.એચ.યાદવની સુચનાથી ભરતનગર પોલીસ સ્ટેશનના ડીસ્ટાફના વી.બી.ખુમાણ, સંજયભાઇ ચુડાસમા, મહેન્દ્રસિંહ સરવૈયા, ઇરફાનભાઇ અગવાન, દિવ્યરાજસિંહ રાણા ગુન્હાના કામે તપાસ દરમ્યાન પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સંજયભાઇ ચુડાસમા તથા મહેન્દ્રસિંહ સરવૈયા ને મળેલ બાતમી આધારે સિદસર રોડ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સામેથી આરોપી અલ્પેશ ઉર્ફે ભાણો ધનજીભાઇ મકવાણા/કોળી ઉવ.૨૩ ધંધો.હીરા ઘસવાનો રહે.મુળ ગામ.માલણકા, હાલ રહે.સીદસર ગામ, અંજુબેન મકવાણાના મકાનમા ભાડેથી વાળાને એક શંકાસ્પદ નંબર પ્લેટ વગરની રજી કાગળો વિનાના મોટર સાયકલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લ્સ મો.સા. કિ.રૂ઼. ૫૦,૦૦૦/- ના સાથે પકડી પાડી મજકુર વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરેલ છે.

તેમજ આરોપીએ તપાસ દરમ્યાન અન્ય ચાર મો.સાઓ ચોરી કરેલાની કબુલાત આપેલ ઉપરોકત મો.સા કુલ નંગ-૪ મજકુર આરોપીએ ભાવનગર શહેરમા અલગ-અલગ સ્થળોએથી ચોરી કરેલ હોય જે અંગે તપાસ કરતા નિલમબાગ પો.સ્ટે ઘોઘારોડ પો.સ્ટે ફસ્ટ ગુન્હા રજી થયેલ હોય જેથી ચારેય મો.સાઓ કુલ કિ.રૂ.૯૫,૦૦૦/- ગણી -કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી તેમજ ભરતનગર પો.સ્ટે ગુન્હાના કામે કબ્જે મો.સા કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ મો.સા નંગ-૫ કુલ કિ.રૂ.૧,૪૫,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Previous articleભાવનગરથી ડાકોર પદયાત્રા રવાના
Next articleરિતિક રોશનની સાથે કામ કરવાનુ વાણીનુ સપનુ પૂર્ણ