આઇપીએલમાં વિરાટ કોહલીની કપ્તાનીવાળી ટીમ બેંગ્લોરની ટીમ સતત હારી રહી છે. કોહલીની ટીમ સિઝનમાં છ મેચ રમી છે અને તેને એક પણ મેચમાં જીતનો સ્વાદ ચાખવા મળ્યો નથી. રવિવારે તેને દિલ્હીના હાથે ૪ વિકેટથી હાર સહન કરવી પડી હતી. આવામાં ઇન્ડિયાના પૂર્વ સલમી બેટ્સમેન ગૌતમ ગંભીરે આરસીબીના કેપ્ટન કોહલીની કપ્તાની ઉપર ખુબ જ સવાલો ઉભા કર્યા છે.
અત્યાર સુધીના આઇપીએલના ઇતિહાસમાં બેંગ્લોરની ટીમ સતત શરૂઆતી છ મેચો હારનારી બીજી ટીમ બની ગઇ છે. ગંભીરે કહ્યું,’કે વિરાટ કોહલી હજૂ પણ બિનઅનુભવી છે. તેને ટીમની હારની જવાબદારી પોતાના મેથે લેવી જોઇએ. ગંભીરે કહ્યું કે બેટ્સમેન તરીકે વિરાટ ભલે સારો ખેલાડી હોય પરંતુ કેપ્ટનશીપમાં હજૂ પણ બિનઅનુભવી છે.’
ગંભીરે કહ્યું,’ભલે બેટ્સમેન તરીકે વિરાટ ખુબ જ સારો ખેલાડી હોય પરંતુ કેપ્ટન સ્વરૂપે તે હજુ પણ બિનઅનુભવી છે. તેમને હજૂ પણ ઘણુ બધુ શીખવાનું બાકી છે.
બોલરો પર દોષનો ટોપલો ઠાલવવાના સ્થાને તેમને પોતે આની જવાબદારી લેવી જોઇએ. ગંભીરે આગળ કહ્યું કે, હું ગત વર્ષના ઓક્શનથી શરૂ કરવા માંગીશ. તે લોકોએ સ્ટોયનિસ અને નાથન કુલ્ટર નાઇલને કેમ ખરિદ્યા. જ્યારે કે તેઓ જાણતા હતા કે, ટૂર્નામેન્ટની શરૂઆતમાં તેઓ ઉપલબ્ધ નથી.’