ટેનિસ રેન્કિંગઃ અંકિતા રૈના ફરી ટોપ-૨૦૦માંથી બહાર

681

નવી દિલ્હીઃ ભારતની મુખ્ય મહિલા ટેનિસ ખેલાડી અંકિતા રૈના ૯ સ્થાન નીચે આવીને ટોપ-૨૦૦માંથી બહાર થઈ ગઈ છે, જ્યારે પુરુષ વર્ગમાં પ્રજનેશ ગુણેશ્વરન એક સ્થાનના નુકસાન છતાં દેશનો નંબર એક સિંગલ ખેલાડી યથાવત છે.

ગત વર્ષે ૧૮૧માં સ્થાન સુધી પહોંચનારી અંકિતા આ વર્ષે ૧૪ જાન્યુઆરીએ ફરીથીટોપ-૨૦૦માં સામેલ થઈ હતી અને આ વચ્ચે પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ ૧૬૪મી રેન્કિંગ પર પહોંચી હતી. પરંતુ જાપાનમાં છેલ્લા બે આઈટીએફ ટૂર્નામેન્ટમાં ખરાબ પ્રદર્શનને કારણે હવે તે ડબ્લ્યૂટીએ રેન્કિંગમાં ૨૦૩માં સ્થાને પહોંચી ગઈ છે.

ભારતીય ખેલાડીઓમાં અંકિતા રૈના હજુ પણ ટોપ પર છે. ત્યારબાદ કરમન કૌર થાંડી (૫ સ્થાન નીચે ૨૧૩માં સ્થાન પર) અને પ્રાંજલા યાદલાપલ્લી (૨૯૬)નો નંબર આવે છે. પુરૂષોના એટીપી રેન્કિંગમાં પ્રજનેશ ૮૨માં સ્થાન પર છે. ત્યારબાદ રામકુરમાર રામનાથન (૧૪૧) અને યુકી ભાંબરી (૨૩૨)નો નંબર આવે છે.

ડબલ્સમાં રોહન બોપન્ના એક સ્થાન ઉપર ૩૪માં સ્થાન પર પહોંચી ગયા છે. દિવિજ શરણ ૪૩માં, જીવન નેદુચેઝિયન ૬૬માં, પુરવ રાજા ૮૫ અને લિએન્ડર પેસ ૯૧માં (એક સ્થાન ઉપર) સ્થાન પર છે.

Previous articleકોહલી બેટિંગમાં માસ્ટર પણ કેપ્ટન તરીકે ઝીરોઃ ગંભીર
Next articleચેન્નાઇ અને કેકેઆરની વચ્ચે દિલધડક મેચનો તખ્તો તૈયાર