સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ ગગડીને બંધ

577

શેરબજારમાં આજે ભારે ઉથલપાથલ જોવા મળી હતી. મૂડીરોકાણકારો આ સપ્તાહમાં માર્ચ ત્રિમાસિક ગાળાના પરિણામોને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. પરિણામ આવવાની શરૂઆત ન થાય ત્યાં સુધી રોકાણકારો જંગી રોકાણ કરવાના મૂડમાં નથી. ઉપરાંત ઓઇલ સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. હાલમાં નફો મેળવી લીધા બાદ પ્રોફિટ બુકિંગની સ્થિતિ પણ જોવા મળી રહી છે. આજે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ ઘટીને ૩૮૭૦૧ની નીચી સપાટી રહ્યો હતો. બજાજ ફાઈનાન્સના શેરમાં સૌથી મોટો ઘટાડો રહ્યો હતો. ઇન્ફોસીસના શેરમાં સૌથી મોટો ઉછાળો રહ્યો હતો. ઇન્ડેક્સના ૩૦ ઘટક પૈકી ૨૧ શેરમાં મંદી રહી હતી જ્યારે ૯ શેરમાં તેજી રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૧૧૧ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૫૩૯૮ રહી હતી. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૫૯ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૯૮૭ રહી હતી. શેરબજારમાં બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સમાં ૧૧૬૫૦ની સપાટી રહી હતી તેમાં ૬૧ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં આઈટી સિવાય મંદી રહી હતી. પીએસયુ બેંક અને મિડિયા કાઉન્ટરો ઉપર મંદી રહી હતી. નિફ્ટી રિયાલીટીમાં પણ ઉથલપાથલનો દોર રહ્યો હતો. નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સમાં બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૧૦૫ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા પાંચ કારોબારી સેશનમાં એપ્રિલમાં ૮૬૩૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. શેરબજારમાં હકારાત્મક સ્થિતિ આને માટે જવાબદાર છે. માર્ચ મહિનામાં વિદેશી રોકાણકારોએ ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં રોકાણકારોએ ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતા. અમેરિકી ફેડરલ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરવામાં આવ્યા બાદ તેના કારણે પણ એફપીઆઈ ભારત તરફ આકર્ષિત થઈ રહ્યું છે. ક્રુડ ઓઈલની કિંમતો સ્થિર રહી છે. જેની અસર પણ વિદેશી મૂડીરોકાણકારોના મૂડી પ્રવાહ ઉપર થઈ છે. આ વર્ષની ધીમિ ગતીએ શરૂઆત થયા બાદથી એફપીઆઈમાં ઈક્વિટી માર્કેટમાં આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ બજારમાં તેજી રહી શકે છે. જાન્યુઆરી મહિનામાં યુએસ ફેડરલ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. તેમના અર્થતંત્ર માટે ચીન અને યુરોપિયન સેન્ટ્રલ બેન્ક દ્વારા સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. દેશના માઈક્રો આઉટલુકમાં સ્થિતિ સુધરી રહી છે. સ્થિર સરકાર ચુંટણી બાદ રચાય તેવી આશા પણ દેખાઈ રહી છે.

Previous articleચેન્નાઇ અને કેકેઆરની વચ્ચે દિલધડક મેચનો તખ્તો તૈયાર
Next articleજેટ એરવેઝને સમાધાન કરવા ૧૮૦ દિવસનો સમય અપાયો નહિ તો દેવાળુ ફૂંકાશે