ન્યારી ડેમ ગંદકીનો ગઢ બનતા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

561

રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયો પર કચરો ફેંકવા તેમજ પ્રદુષિત કરવા પર પ્રતિબંધ ફરમાવેલો છે. રાજકોટ શહેરનાં જળાશય જેવા કે, ન્યારી ડેમ સાઈટ પર કચરો ફેંકવા તેમજ પ્રદુષિત કરવા પર પ્રતિબંધ હોવા છતાં ત્યાં આવતા મુલાકાતીઓ, પ્રવાસીઓ, સહેલાણીઓ દ્વારા કચરો ફેંકેલો હોય કે નાળીયેર પધરાવેલ હોય કે ખંડિત મૂર્તિઓ પધરાવવામાં આવતી હોય જેથી આ જળાશયોને પ્રદુષિત થાય છે, તેને અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને સ્મેશ બેડમિન્ટન ગ્રુપના સંયુક્ત પ્રયાસથી ન્યારી ડેમ સાઈટ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

બેડમિન્ટન ગ્રુપનાં હરસુખભાઈ રાજપરા અને તેમના સભ્યોએ ન્યારી ડેમની મુલાકાત લીધેલ હતી. ત્યારે તેમને અને તેમના સભ્યોએ સફાઈ કરવાનો નિર્ણય કરી રાજકોટ મહાનગરપાલિકાએ ન્યારી ડેમ સાઈટ સફાઈ અભિયાન કરવાની ઈચ્છા વ્યક્ત કરેલી અને સાથે રાજકોટ મહાનગરપાલિકા તરફથી આ બાબતે સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો.

ન્યારી ડેમ સાઈટ સ્વચ્છતા અભિયાનમાં સ્મેશ બેડમિન્ટન ગ્રુપ તેમજ અન્ય સભ્યો થઇ અંદાજીત કુલ ૭૦ જેટલા લોકોએ રવિવારની જાહેર રજામાં સ્વેચ્છાએ હાજર રહી ન્યારી ડેમ સાઈટ પર પ્લાસ્ટિક કચરો અને ખંડિત મૂર્તિઓ કલેક્ટ કરેલ હતી. આ અભિયાનમાં યુવા ભાઈ-બહેનો પણ જોડાયેલા હતા.

Previous articleવિદ્યાર્થીનીની કમર પકડી છેડતી કરી હોવાના આરોપસર પ્રોફેસર સસ્પેન્ડ
Next articleબીઆરટીએસ ટ્રેક પર જતી એસટી બસે આધેડને અડફેટે લેતાં મોત