અમદાવાદમાં દલિત સમાજની રેલી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ

654
guj812017-10.jpg

તાજેતરમાં જ મહારાષ્ટ્રના પૂણે પાસેના ભીમા કોરેગાંવની ઘટનાને લઈને આજે દલિતોએ આજે અમદાવાદમાં પ્રદર્શન કર્યું હતું. ઘટનાના વિરોધમાં જીવરાજ પાર્ક પાસે આવેલી એપીએમસી માર્કેટ ખાતેના ભીમ સેના કાર્યલયથી એક રેલી યોજી હતી. જે વેજલપુર રેલવે ફાટક પાસે આવીને પૂરી કરી હતી અને અહીં ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી. સાથે દલિતો પર થયેલા હુમલા કારણે ત્યાંની ફડણવીસ સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી હતી.
ભીમાકોરેગાવના દોષિતોની તાત્કાલિક ધરપકડ કરો, શું દલિત માણસ નથી?, દલિત માંગ સમાનતા, જાતિવાદ તોડો દેશને જોડો, સંવિધાન બચાવો દેશ બચાવો, દલિત એકતા જિંદાબાદ, ભીમસેના જિંદાબાદના બેનરો લઈને એપીએમસી માર્કેટથી લઈને વેજલપુર ફાટક પહોંચ્યા હતા.
જીવરાજ પાર્ક ભીમસેનાના પ્રમુખ મનીષ સિસોદીયાએ ભીમા કોરેગાંવની ઘટનાને વખોડી હતી અને જણાવ્યું હતું કે, દોષીઓને તાત્કાલિક પકડવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે. દલિતો પર અત્યાચાર થઈ રહ્યા છે તેને નાબૂદ કરવા સરકાર કાર્યવાહી કરે. તેમજ મહારાષ્ટ્રના દલિતોના આટલા મોટા કાર્યક્રમમાં વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગઈ છે માટે તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન  લગાવવામાં આવે અને ફડણવીસ સરકારને સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગ છે.

Previous articleગુજરાતભરમાં ઠંડીનો તીવ્ર ચમકારો : નલિયામાં ૮.૫
Next articleઉત્તરાયણ સુધી ચાલશે : રાજ્યપાલ, મુખ્યમંત્રીના હસ્તે આ ફેસ્ટિવલનું ઉદ્‌ઘાટન કરાયું