ખારી નદીમાંથી ઝીંગાની નવી પ્રજાતિ મળી આવી

566

ગુજરાતનાં કચ્છ જિલ્લામાંથી જીવવિજ્ઞાનીઓને ઝીંગાની એક નવી જ પ્રજાતિ મળી આવી છે. કચ્છની ખારી નદીમાંથી મળેલી આ નવી પ્રજાતિને સંશોધકોએ તેનું નામ કચ્છ પરથી આપ્યું છે. ઝીંગાની આ પ્રજાતિ કેરિડીના કૂળની છે એટલે તેનું નામ ‘કેરિડીના કચ્છી’ આપ્યું છે. સંશોધકોએ જણાવ્યું કે, આ પ્રજાતિ ફ્રેશવોટર એટલે કે નદી અથવા ચેકડેમોમાં જોવા મળે છે. આ નવી પ્રજાતિ શોધનરા પ્રોફેસર પ્રણવ પંડ્યા ભુજ ખાતે આવેલી શ્રી. આર.આર. લાલન કોલેજમાં જીવવિજ્ઞાનનાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. બે વર્ષ પહેલા તેમના એક ફિલ્ડ સર્વેમાં તેમના આ નવી પ્રજાતિ મળી હતી અને તેમણે આ પ્રજાતિ વિશે સંશોધન હાથ ધર્યુ હતું. આ સંશોધનમાં તેમને ઇગ્લેન્ડમાં લંડન સ્થિત નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમનાં ડો. જાસ્મીન રિચર્ડે પણ મદદ કરી અને પ્રસ્થાપિત કર્યુ કે, ઝીંગાની આ નવી જ પ્રજાતિ છે. વિશ્વમાં આ પહેલી વખત નોંધાઇ છે. પ્રણવ પંડ્યા અને જાસ્મીન રિચર્ડ દ્વારા આ નવી પ્રજાતિ વિશે એક સંશોધન પેપર લખવામાં આવ્યું છે અને આ સંશોધન પેપર આંતરરાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત જર્નલ ઝૂટેક્સામાં પ્રસિદ્ધ થયું છે. પ્રો. પ્રણવ પંડ્યાએ જણાવ્યું કે, કચ્છ ભૌગોલિક રીત વિશિષ્ટ પ્રદેશ છે. અમને જે ઝીંગાની નવી પ્રજાતિ મળી છે એક્વાટિક અને ફ્રેશવોટરમાં જોવા મળે છે. આ દિશામાં પશ્ચિમ ભારતમાં ખુબ ઓછુ સંશોધન થયું છે. પણ આ નવી પ્રજાતિ મળ્યા પછી તેના વિશે જાણવામાં સંશોધકોને રસ પડશે. ખાસ કરીને આ પ્રજાતિ ક્યા-ક્યા વિસ્તારમાં જોવા મળે છે અને તેની શું સ્થિતિ છે તે પણ સંશોધકો માટે રસનો વિષય બનશે.

Previous articleબીઆરટીએસ ટ્રેક પર જતી એસટી બસે આધેડને અડફેટે લેતાં મોત
Next articleગાંધીનગરની બીબીઍ કૉલેજ દ્વારા ૨૦૧૮-૧૯ વર્ષ ની અલ્યૂમિની મીટ નું આયોજન