કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી.કૉલેજ ઓફ બીજનેસ ઍડમીનીસ્ટ્રેશન દ્વારા ભૂતપુર્વ વિદ્યાર્થીઑ નાં સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ વર્ષનો કાર્યક્રમ સરખેજ-ગાંધીનગર હાઇવેપર,ખોરજ સ્થિત શ્રી અતિથી ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે યોજાયો હતો. જેમા ૨૫૦ ભૂતપુર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યર્ક્મની શરૂઆત કૉલેજનાં આચાર્ય ડૉ.રમાકાંત પૃષ્ટિ ઍ ઉપસ્થિત તમામ ભૂતપુર્વ વિદ્યાર્થીઓ નું સ્વાગત કરી તેઓઍ યૂનિવર્સિટી,ટ્રસ્ટ અને કૉલેજવતી સૌનું સ્વાગત કર્યુ હતુ.
તેઓઍ પાસંગિક સંબોધનમાં પૂર્વ વિદ્યાર્થીઓ ને કડી સર્વ વિશ્વવિદ્યાલય તેમજ કૉલેજ ની સ્થાપના થી લઈ આજ સુધીની સીદ્ધીઓ વિષે વાકેફ કર્યા હતા અને જણાવ્યુ હતુ કે ગુજરાતની ઍક માત્ર કૉલેજ છે. જે ૧૭ વર્ષ પહેલા ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ સાથે આટલા મોટા પ્રમાણમાં સંપર્કમાં છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે સર્વ વિદ્યાલય કેળવણીમંડળ નાં વિકાસમાં પણ ભૂતપુર્વ વિદ્યાર્થીઓ નો સિંહ ફાળો છે. તેમજ યૂનિવર્સિટીની સીદ્ધીઓ વિષે વિદ્યાર્થીઓને વિસ્તૃત ખ્યાલ આપ્યો હતો.જેમા યુનીવર્સીટી દ્વારા અધ્યાપક ગણ તેમજ વિદ્યાર્થીઓ ને બ્રિટન ખાતે તાલીમ માટે મોકલવા માં આવે છે. જે આપણા માટે ગૌરવ ની બાબત કહી શકાય.તેમણે ભૂતપુર્વ વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી ને સફળ બનાવવામાં કૉલેજ હંમેશા મદદરૂપ થશે તેમ જણાવ્યુ હતુ. કૉલેજનાં ટ્રેનીંગ અને પ્લેસમેન્ટ કમિટી ના હેડ તથા આજના કાર્યક્રમનાં ઇન્ચાર્જ ડૉ.જયેશ તન્ના દ્વારા વિદ્યાર્થીઓને કૉલેજ દ્વારા વર્ષ દરમ્યાન ચાલતી પ્રવૃતિઓનો ખ્યાલ આપ્યો હતો. તેઓ ૨૦૦૨ થી લઈ ૨૦૧૮ સુધીનાં ઉતીર્ણ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ માટે કડી રૂપ બન્યા હતા. તેમણે કાર્યર્ક્મ નાં ઉદેશ્ય બાબતે જણાવ્યુ હતુકે પ્લેસમેંટ, ઇન્ટેન્શીપ, આન્ત્રપેન્યોરસેલ, ઇંડસ્ટ્રિયલ વિઝિટ સહિતની બાબતો પર કૉલેજ વિશેષ ભાર મૂકે છે. જેથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થઈ શકે.
સ્નેહમિલન થકી પ્રસ્થાપિત થતા નવા સબંધોથી ભૂતપુર્વ વિદ્યાર્થીઓ ઍકબીજા સાથે ધંધાકીય સબંધો પ્રસ્થાપિત કરી રોજગારીની તકો વધારી શકે છે.કૉલેજ દ્વારા કંટીન્યૂઅસ અલ્યૂમિની ઈન્ટેરેક્ષન કૉન્સેપ્ટ હેઠળ વર્ષ દરમ્યાન ભૂતપુર્વ વિદ્યાર્થીઓને કૉલેજની અનેકવીધ વિદ્યાર્થી વિકાસ પ્રવૃતિઓ માં સામેલ કરવા માં આવે છે જેમાં અલ્યૂમિની ઍક્સપર્ટ લેક્ચર્સ નો સમાવેશ પણ થાયછે અત્રે કૉલેજ દ્વારા ૨૮ ભૂતપુર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. જેઓ કૉલેજને વિદ્યાર્થીઓનાં વિકાસ માટેનાં કાર્યમાં મદદરૂપ થઈ રહ્યા છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સતત વિકાસલક્ષી કાર્ય માટે સંપર્ક માં રહેવા માટે કોલેજ દ્વારા કોલેજની વેબ પેજ પર લીંક ની શરૂઆત કરવા માં અવી જેની મદદ થી દરેક ભૂતપૂર્વ વિદ્યાર્થી નો સરળતા થી સંપર્ક સાધી શકાય. તેમજ તેનો હાલનો વ્યવસાય સહીત ના વ્યક્તિગત વિકાસની બાબત જાણી શકાય. અને જરૂર પડે તે ભૂતપૂર્વ વિદ્યાર્થી ને મદદરૂપ થઇ શકાય.કૉલેજનાં સ્થાપના વર્ષ ૧૯૯૯ થી લઈ અને ગત વર્ષે ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જે કૉલેજ પ્રત્યેની તેમની ઉચ્ચભાવના દર્શાવે છે.
આ ભૂતપુર્વવિદ્યાર્થીઑ આજે પોતની કારકિર્દીની શરૂઆત કરી ચૂક્યાછે. અને અનેક વિદ્યાર્થીઓ આજે સફળ સરકારી અધીકારીઓ,બૅંક,મલ્ટીનેશનલ કંપનીઓ, તેમજ સફળ વ્યાવસાઈક સેવાઓ જેવીકે સીએ, સીએસ, આઈસીડબલ્યુએ બની સમાજમાં સેવા આપી રહ્યાછે. તદઉપરાંત ધંધાકીય ક્ષેત્રે, ઔધોગીકક્ષેત્રે પણ બીબીઍ નાં વિદ્યાર્થીઓ ખૂબ મહત્વનું પ્રદાન કરી રહ્યાછે. જે બાબત નું કૉલેજને ગૌરવ છે.
એલ્યુમની મીટ સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ હાલ ણા વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ નું પણ આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં કુલ ૧૩ કંપની ઓ આવી હતી. એક્સીસ બેંક તરફ થી હાર્દિકભાઈ ,ઇન્ડન્સ ઇન બેંક,ઇવોક એચ,આર ના અધિકારી કાદરી તન્વીર જેઓ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે.તેમણે ઉપસ્થિત રહી જુનિયર વિદ્યાર્થીઓ ને જોબ પ્લેસમેન્ટ માટે તક પૂરી પાડી હતી., સહજાનંદ લેસર ટેકનોલોજી ના રાગીણી ચૌધરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બહુરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ૧૦,૦૦૦ થી લઇ ૩૦,૦૦૦ સુધીના પેકેજની ઓફર કરવા માં આવી હતી.જે બાબત ને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બિરદાવવા માં આવ્યું હતું. અને તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત ની એક માત્ર કોલેજ કહી શકાય જે વિદ્યાર્થીઓ ના ઉતીર્ણ થયા બાદ પણ તેમના પ્લેસમેન્ટ ની ચિંતા કરે છે. જે અમારા માટે ગૌરવ ની બાબત કહી શકાય. ભૂતપુર્વ વિદ્યાર્થીઓ દ્વારા તેમના અભિપ્રાયમાં જણાવ્યુ હતુ.કે કૉલેજનો તેઓનાં વિકાસમાં મહામૂલો ફાળો છે.જેને તેઓ હંમેશા યાદ રાખશે તેમજ કૉલેજ જ્યારે પણ અમને કોઈપણ કાર્યમાટે યાદ કરશે ત્યારે અમે ચોક્કસ યથાશક્તિ સેવા આપીશુ.
ભૂતપુર્વ વિદ્યાર્થીઓનાં સ્વાગત માટે બીબીઍ નાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતીક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.જેને તમામ લોકોઍ ખૂબ બિરદાવ્યો હતો.કાર્યક્રમ ના મેનેજમેન્ટ માં બીબીઍ નાં વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. જે તેમના માટે ટ્રેનીગનો જ ઍક ભાગ કહી શકાય. કાર્યક્રમને સફળ બનાવવા કૉલેજ તરફથી આચાર્ય ડૉ.રમાકાંત પૃષ્ટિનાં માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ અને ટ્રેનીંગ કમિટી ના હેડ તેમજ કાર્યક્રમનાં સંયોજક ડૉ.જયેશ તન્ના તેમજ સમગ્ર કૉલેજ પરિવાર દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.