ગાંધીનગર લોકસભા બેઠક પરથી દિલીપ સાબવાએ ઉમેદવારી પાછી ખેંચી

859

ગાંધીનગર બેઠક પરથી લોકસભાના ૩ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું છે. સાથે પાટીદાર નેતા દિલીપ સાબવાએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચીને મોટો ઝાટકો આપ્યો છે. પાટીદાર નેતા દિલીપ સાબવાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચીને જણાવ્યું હતું કે, મેં કોંગ્રેસ પાસે સમર્થન માંગ્યું હતું, પરંતુ કોંગ્રેસે સમર્થન ના આપતા મારે ફોર્મ પરત ખેંચવાનો વારો આવ્યો છે. તે સિવાય કોંગ્રેસના આંતરિક અસંતોષના લીધે તેમના ઉમેદવારની હાર થાય તો મારી બદનામી ના થાય તે માટે ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે. દિલીપ સાબવા સિવાય ગાંધીનગર બેઠક પરથી ૩ અપક્ષ ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી.

ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અમિત શાહના ટેકામાં અપક્ષ ઉમેદવાર નરેન્દ્ર પટેલ અને અંબાલાલ પટેલ દ્વારા પોતાની ઉમેદવારી પાછી ખેંચવામાં આવી છે. તેમણે ભાજપને ટેકો જાહેર કર્યો છે.

Previous articleકાળઝાળ ગરમીના કારણે લોકસભાનો પ્રચાર સાવ નીરસ, મતદાન ઓછું થવાની શક્યતા
Next articleગુજરાતમાં ૪૫૨ ઉમેદવારો ભાગ્ય અજમાવવા તૈયાર છે