કોંગ્રેસે જે રીતે પોતાની ચૂંટણી ઘોષણાપત્રમાં દેશદ્રોહના કાયદાનો ખતમ કરવાની વાત કહી છે તેના પર ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે તે ગદ્દારોનું સમર્થન કરીને સત્તામાં નહિ આવી શકે. કલમેશ્વરમાં શિવસેના ઉમેદવાર કૃપાલ તુમાને માટે ચૂંટણી જનસભાને સંબોધિત કરતા ઠાકરેએ કહ્યુ કે ભાજપ, શિવસેના અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયા એક જ એજન્ડા માટે સાથે આવ્યા છે અને તે છે દેશ પ્રત્યે પ્રેમ.ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે હું પૂછવા ઈચ્છુ છુ કે છેવટે પરસ્પર તણાવ બાદ પણ મહા અઘડી સાથે કેમ આવ્યા. આ લોકો કોણ છે, અમારુ સપનુ દેશ માટે છે, તમારુ સપનુ શું છે.
તમારુ સપનુ માત્ર સત્તા છે, અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હશે. હું વિપક્ષના લોકોને પૂછવા ઈચ્છુ કે તે પ્રધાનમંત્રી પદ માટે એક નામની ઘોષણા કરે. આ દરમિયાન ઠાકરેએ કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો. કોંગ્રેસના ઘોષણાપત્ર પર હુમલો કરતા ઠાકરેએ કહ્યુ કે કોંગ્રેસે દેશદ્રોહના કાયદાને ખતમ કરવાની વાત કહી છે, શું તમે આનાથા સંમત છો, જે પણ ગદ્દારી કરે છે તેને ફાંસી થવી જોઈએ.
રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે જો ગાંધીને લાગે છે કે તે ગદ્દારોનું સમર્થન કરીને સત્તામાં આવી શકે છે તો અમે એવુ નહિ થવા દઈએ.