લોકસભા ચૂંટણી માટે આજે બહાર પાડવામાં આવેલા ભાજપના મેનિફેસ્ટોને કોંગ્રેસે જુઠ્ઠાણાનો ગુબ્બારો ગણાવ્યો છે. કોંગ્રેસના નેતા અહેમદ પટેલે કહ્યુ હતુ કે, ભાજપના મેનિફેસ્ટોમાં દેશ અ્ને પાર્ટીની કોઈ વાત જ નથી માત્ર મોદીની જ વાત છે.તેમાં માત્ર હું અને હુંનો અહંકાર સામેલ છે.એક તરફ અમારા મેનિફેસ્ટોના પહેલા પાને દેશની જનતાની તસવીર છે તો ભાજપના મેનિફેસ્ટો પર માત્ર મોદીની તસવીર છે. તેમણે કહ્યુ હતુ કે, આ મેનિફેસ્ટો નહી પણ જુઠ્ઠાણનો ગુબ્બારો છે.આના કરતા તો ભાજપે માફીપત્ર બહાર પાડ્યો હોત તો સારુ હોત.૨૦૧૪માં જે વાયદા ભાજપે કર્યા હતા તેનુ શું થયુ તેનો તો હિસાબ ભાજપ આપે.બેરોજગારી, કાળા નાણા અંગે ભાજપે કરેલા વાયદાનો હિસાબ પહેલા આપે. કોંગ્રેસ પ્રવક્તા સૂરજેવાલાએ કહ્યુ હતુ કે,૨૦૧૪માં ભાજપે જે ૧૨૫ વાયદા કર્યા હતા તેનુ શુ થયુ? સુરજેવાલાએ કહ્યું કે, સેનાની મજબૂતીનો વાયદો હતો પરંતુ સેનાના શૌર્યનો રાજકીય ઉપયોગ કર્યો પરંતુ ભારતીય સેના અને સૈનિક મોદીજીના અત્યાચારના શિકાર બન્યા. સુરજેવાલાએ કહ્યું કે મોદી સરકારે દર વર્ષે ૨ કરોડ રોજગારનો વાયદો કર્યો હતો. એટલે કે પાંચ વર્ષમાં દસ કરોડ પરંતુ તેનાથી ઉલટું ૪ કરોડ ૭૦ લાખ નોકરીઓ જતી રહી.