ઋતુચક્રમાં ધરખમ ફેરફારોના કારણે વરસાદના વરતારા અપ્રસ્તુત – જયંત પંડયા

896

કચ્છ-ભુજ જિલ્લાના ભચાઉ પાસે લાકડીયા ગામે જાગૃતોની વિચારગોષ્ઠી સાથે અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. જાગૃતોના મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરી ર૧ મી સદીમાં અવૈજ્ઞાનિક વર્ષા પરિસંવાદ બંધ કરવા સાથે વરસાદના વરતારા બંધ કરવાથી સમાજ-રાષ્ટ્રને કશું જ નુકશાન થવાનં નથી તેની રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. વૈજ્ઞાનિક ચમત્કારો શીખડાવી દેવામાં આવ્યા હતા. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ બૌદ્ધિકોના પ્રશ્નોના જવાબમાં જણાવ્યું કે પ્રતિ વર્ષ વર્ષા પરિસંવાદમાં વરસાદના વરતારાઓનો કરૂણ રકાસ થાય છે તેના કારણમાં વરતારા કરનારા પાસે વિજ્ઞાનની કસોટીમાં પાસ થાય તેવા એકપણ ઉપકરણ નથી. વર્ષા પરિસંવાદો વર્તમાન સમયમાં અપ્રસ્તુત, અતાર્કિક હોય કાયમી બંધ કરવા જોઈએ. વરતારા કરનારાઓમાં એકસૂત્રતા કદી જોવા મળતી નથી. વરતારાને વિજ્ઞાનનો કોઈ આધાર નથી સાથે પ્રયોગસિદ્ધ પણ નથી. તેથી દર વર્ષે ખોટા પડે છે. વરતારાની હાસ્યાસ્પદ બાબતોમાં કયો વિસ્તાર, કઈ તારીખ, સ્થળ, ભારતમાં કે પૃથ્વી ઉપર ગમે ત્યાં સચોટતા નથી. માત્ર ને માત્ર ગપગોળા, વરતારાનો આધાર જ અવૈજ્ઞાનિક છે. જેમાં વર્ષો પૂર્વેના કથનો ભડલી-ફડલી, લોકવાયકા, હોળીની જાળ, અખાત્રીજનો પવન, નક્ષત્ર, મેઘમાયા, દનૈયો, ટીટોડીના ઈંડા, કાગડાનો પૂર્વ દિશામાં માળો, ૠતુપવન, પ્રાણી-વનસ્પતિના લક્ષણો, જયોતિષ, તાપમાન, છાયો વિગેરે ફળ કથનો ખોટા પડે છે.

Previous articleચિત્રા જે ભગવાન ધાર્મિક સંગતનો કાર્યક્રમ યોજાયો
Next articleજાફરાબાદ કેળવણી મંડળની શાળાનાં ધો.૮નાં બાળકોનો વિદાય સમારોહ યોજાયો