જાફરાબાદ ખાતે નારણભાઇના મધ્યસ્થ કાર્યાલયને આજે જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા, લોકસભા ઇન્ચાર્જ વિધી વઘાસીયા, પૂર્વ સાંસદીય સચીવ હિરાભાઇ સોલંકી, સરમણભાઇ બારૈયા નગરપાલિકા પુનાભાઇ ભીલ જિલ્લા પંચાયત, જિલ્લા ભાજપ મંત્રી ચેતનભાઇ શિયાળ ટીંબી યાર્ડ ચેરમેન, ભગુભાઇ સોલંકી પૂર્વ પ્રમુખ નગરપાલીકા, ખારવા સમાજ તેમજ લઘુમતી સેલ પ્રમુખ, મનુભાઇ વાજા, નાજભાઇ બાંભણીયા માજી તાલુકા પંચાયત પ્રમુખ, છગનભાઇ મકવાણા, ભાજપ મંત્રી, વિજાનંદભાઇ વાઘેલા, મસરીભાઇ તાલુકા પંચાયત સદસ્ય વઢેરા દિનેશદાદા કડીયાળી ભાજપ પ્રમુખ લઘુમતી સેલના પ્રમુખ દ્વારા મુસ્લિમ બિરાદરોની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રાષ્ટ્રહિત માટે સૌનો સાથ સૌનો વિકાસના મુદ્દા એ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી નારણભાઇ કાછડીયાને જંગી બહુમતીથી વિજેતા બનાવી નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબુત કરવા જણાવાયું તેમજ ભાજપના ઘોષણાપત્રમાં ખેડૂતો, નોકરીયાતો, વેપારીઓ, યુવાનોને રોજગારી, ફોજી જવાનો માટે વિશેષ લાભો સહિત ભાજપના ઘોષણાપત્રની જાણકારી અપાઇ હતી.