ઠળિયા ગામે ખરક સમાજ દ્વારા સુરક્ષા મહાકુંભ અંગે મીટીંગ યોજાઈ

952

ઠળિયા ગામે સમસ્ત ખરક સમાજની સુરક્ષા મહાકુંભ માટેની એક મીટીંગ યોજવામાં આવી હતી. તેમાં સમસ્ત ખરક જ્ઞાતિના પ્રમુખ ભરતભાઈ ઠંઠએ પોતાના વકતવ્યમાં દોહરાવ્યું હતું કે, સમાજ માટે એટલેમ ારા માટે મારે દરરોજનો કુટુંબદીઠ એક રૂપિયો કાઢવો જોઈએ. એટલે વૃષના ત્રણસો પાંછઠ રૂપિયા થાય આ ફંડનો ઉપયોગ સમાજના જરૂરિયાત મંદ લોકો અથવા વિદ્યાર્થીઓ માટે કાયદાકીય રક્ષણ માટે, સકારાત્મક સમાજ ઉપયોગી કાર્ય્‌ માટે આ ફંડ અનામત રાખવામાં આવશે અને સમસ્ત ખરક જ્ઞાતિના ઉપપ્રમુખ શૈલેષભાઈ સેતાએ પણ ઉમેર્યુ કે જે પરિવાર વિમા સુરક્ષામાં જોડાવા માટે પ્રિમિયમ ભરશે તેમને અકસ્માતે મૃત્ય્ના એક લાખ સુધીનો લાભ મળવાપાત્ર છે. શામજીભાઈ સોલંકીએ સંગઠન વિષે અને કંઈક નવું કરવું જોઈએ. સમય પ્રમાણુે ફેરફાર કરવો જોઈએ. તોજ સમાજના સાચો ઉત્કર્ષ કહેવાય છે. પ્રમુખની ટીમ અને ઠળિયા ગામને બિરદાવ્યા હતાં. સમાજના નાનામાં નાના માણસનું આ સુરક્ષા મહાકુંભમાં યોગદાન જોઈએ અને  તોજ મમત્વની ભાવના પેદા થાય છે. અને યુવાનોએ આ માર્ગદર્શન થ્લઈને વડીલો પાસેથી કામ કરવું જોઈએ. આ પ્રમુખની ટીમ અત્યારે ગામડે ગામડે ફરીને આ તમામ હેતુઓની માહિતી આપી રહ્યા છે. આ ટીમમાં મહુવા અને તળાજા તથા જેતે ગામના આગેવાનો દ્વારા સમાજના કામમાં જાગૃતિ કેમ આવે તે માટે આયોજન અને યોજના બનાવી રહ્યા છે. ઠળિયામાં પણ આ કામ કરવા માટે યુવાનો અને વડિલો સજ્જ થઈ ગયા છે. તેમજ મનસુખભાઈ સેતાએ પણ યુવાનોને આહ્વાન કર્યુ કે આપણે આ સુરક્ષા મહાકુંભનું કાર્ય તાત્કાલિક પુરૂ કરવાનું છે. તેમજ સભાનું સફળ સંચાલ સમસ્ત ખરક જ્ઞાતિના પુર્વ પ્રમુખ અને કારોબારી ચેરમેન તળાજા લક્ષ્મણભાઈ ટાઢાએ કર્યુ હતું અને ઠળિયાના તમામ યુવાનો તથા વડિલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleદક્ષિણામુર્તિ વિદ્યાર્થી ભવનનું ગૌરવ વધારતા સ્કાઉટ-ગાઈડ બાળકો
Next articleરાણપુરમાં જાગતી મેલડીમાના મંદિરના ૧૪માં પાટોત્સવ નિમિત્તે નવરંગો માંડવો