નિષ્ઠા-નિયમથી સત્સંગનું સાચું સુખ પ્રાપ્ત થાય – પૂ.મહંતસ્વામી

726

શ્રીજી મહારાજ,યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ અનેક વખત બોટાદ માં પધાર્યા છે.તેઓએ અહી સત્સંગનો ખુબ વિકાસ કર્યો.આ સત્સંગ દિવ્ય છે તેને ગમે તેવી પરીસ્થિતિમાં પણ છોડવો નહી.જીવનમાં નિષ્ટા અને નિયમ દ્રઢ કરીને રાખવાથી આ સત્સંગનું સાચુ સુખ પ્રાપ્ત થાય છે.તેમ બોટાદ ખાતે પધારેલા પુજ્ય મહંતસ્વામી એ જણાવ્યુ હતુ.

બોટાદ ખાતે પ્રમુખસ્વામી મહારાજે વિશાળ ભવ્ય મંદિરનુ નિર્માણ કર્યુ.જ્યા પુજ્ય મહંતસ્વામી મહારાજે પધારી વિશાળ સંખ્યામાં પધારેલા હરિભક્તો ને સત્સંગ સભાનો લાભ આપ્યો હતો.તીર્થધામ સારંગપુર ખાતે આવેલ બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદીરના સંપુર્ણ સહયોગથી આ સત્સંગ સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.પ્રમુખસ્વામી માર્ગ પર આવેલ વી.પી.શેઠના બંગલા પાસેના વિશાળ પ્રાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભવ્ય સત્સંગ સભા યોજાઈ હતી.સાંસ્કૃતિક કાર્યક્રમમાં બોટાદ શહેરનો સત્સંગ ઈતિહાસ તેમજ સંત સમાગમથી થતા લાભ વિશે પ્રેરક પ્રસ્તુતિ થઈ હતી.વિશેષ કરીને પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજે કરેલા જીવન ઉધ્ધારના વાસ્તવિક પ્રસંગોનું નિદર્શન કરવામાં કરવામાં આવ્યુ હતુ.તે દરમ્યાન પરમ પુજ્ય મહંતસ્વામી મહારાજ બોટાદ ના બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદીરમાં દર્શન કરી સભામાં પધાર્યા હતા.તેઓનુ રથમાં બેસાડી ફટાકડા ફોડી જયનાદ સાથે અને નૃત્ય સાથે શોભાયાત્રારૂપે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.પુજ્ય મહંતસ્વામી મહારાજના આશિર્વચન બાદ આભારવિધિ કરાઈ હતી.ઉલ્લેખનીય છે કે બોટાદ જીલ્લા તરીકે ઘોષિત થયા પછી અને પરમ પુજ્ય મહંતસ્વામી મહારાજ ના ગુરૂપદે આવ્યા પછી તેમની બોટાદમાં સર્વપ્રથમ મુલાકાત હતી.જ્યારે મુંબઈના પ્રખ્યાત ગાયક જયદીપ સ્વાદીયા તેમજ યુવાવૃંદે ભવ્ય કીર્તન આરાધના રજુ કરી હતી.આ સમગ્ર કાર્યક્રમનો લાભ બોટાદ તથા આજુબાજુના પંથકના હરિભક્તોએ લીધો હતો.

Previous articleભાવનગર મહાપાલિકાના દ્વારેથી
Next articleવેરાવળમાં ઘર્ષણ બાદ થયેલી ફરિયાદમાંથી નિદોર્ષના નામ રદ કરવાની માંગ સાથે રેલી