વેરાવળમાં ઘર્ષણ બાદ થયેલી ફરિયાદમાંથી નિદોર્ષના નામ રદ કરવાની માંગ સાથે રેલી

662

વેરાવળમાં તા.૨ની રાત્રે નાઇટ પેટ્રોલીંગ વખતે ખારવા સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાદ ખારવા સમાજે  પોલીસે નોંધેલી એફઆઇઆરમાં ૧૧ પૈકી ૯ વ્યક્તિ નિર્દોષ હોવાની વાત સાથે પોલીસ ગુનાની ભારે કલમો રદ્‌ કરી , નિર્દોષોના નામ ફરીયાદમાંથી રદ્‌ કરી , ડીટેઇન કરેલી ગાડીઓ છોડવા અને વાહનોમાં થયેલી તોડફોડ બાબતે તટસ્થ તપાસની માંગ કરતુ આવેદનપત્ર વિશાળ મૌન રેલી કાઢી આપ્યુ હતું.

વેરાવળ સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના અધ્યક્ષ સ્થાને આજે વિશાળ સંખ્યામાં મૌન રેલી કોમર્શીયલ બીલ્ડીંગ ખારવાવાડ ધાવા ચોકથી નિકળી હતી અને પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચી ડીએસપી રાહુલ ત્રિપાઠી જૂનાગઢ બંદોબસ્તમાં હોવાથી એએસપી વસાવાને ખારવા સમાજના આગેવાનો લખમભાઇ ભેંસલા, રીતેષભાઇ ફોફંડી, જગદીશ ફોફંડી, મંજુલાબેન સુયાણી સહિતના આગેવાનોએ એએસપી વસાવાને આવેદનપત્રની નકલ આપી રજુઆત કરી હતી. રજુઆતમાં જણાવ્યા મુજબ તા.૨ના રોજ પોલીસ અને ખારવા સમાજ વચ્ચે થયેલી આકસ્મિક ઘટનામાં ખેદ વ્યક્ત કર્યો હતો. તેમજ અજાણ્યા ઇસમોએ કરેલ અસભ્ય વર્તનને નીંદનીય ગણાવ્યુ હતું. પરંતુ પોલીસ દ્વારા ઘટનાના રીએકશનમાં ફરીયાદમાં જે ૧૧ જણાના નામો સાથે ૧૦૦ના ટોળાએ હુમલો કર્યાની વાતમાં નવ લોકો નિર્દોષ હોવાના પુરાવા સાથે પોલીસને સુપ્રત કર્યુ છે તેમજ ૧૫ થી ૨૦ ગાડીઓજે ઘર પાસે પાર્ક કરેલ હતી તેને ડીટેઇન કરી છે તે તમામને સત્વરે છોડી દેવામાં આવે તેવીમાંગ કરી છે. ઉપરાંત ૩૦૭ જેવી ગંભીર કલમો લગાડવામાં આવી છે તેને દુર કરી રાહત આપવામાં આવે તેમજ કોમર્શીયલ બીલ્ડીંગ પાસે પાર્ક કરેલા વાહનોમાં તોડ ફોડ અંગે તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.  આવતીકાલે જૂનાગઢ ખાતે ડીએસપી સાથે ખારવા સમાજના આગેવાનોની એક બેઠક મળશે . અને પોલીસના રીસ્પોન્સ થી આ તમામ ઘટનાનું નિરાકરણ આવી જશે તેવી આશાવ્યક્ત કરી હતી. આવેદનપત્ર આપવા છતાં કોઇ નિરાકરણ ન આવે તો રીતેષભાઇએ જણાવ્યુ હતુ કે બાદમાં પ્રતિક ઉપવાસ અને જન આંદોલન તેમજ છેલ્લા વિકલ્ય તરીકે મતદાનનો બહિષ્કાર વગેરે વિકલ્પો છે પરંતુ હાલ વાતાવરણ જોતા નિરાકરણ આવી જશે તેમ જણાવ્યુ હતું.

Previous articleનિષ્ઠા-નિયમથી સત્સંગનું સાચું સુખ પ્રાપ્ત થાય – પૂ.મહંતસ્વામી
Next articleરાજુલામાં વિહીપ દ્વારા સૌપ્રથમવાર રામનવમીની શોભાયાત્રાનું આયોજન