રાજુલામાં વિહીપ દ્વારા સૌપ્રથમવાર રામનવમીની શોભાયાત્રાનું આયોજન

679

રાજુલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત અને સંતોની પ્રેરણાથી આઝાદી પછી સૌપ્રથમવાર રામનવમી શોભાયાત્રાનું આયોજન થશે. શહેર અને તાલુકા સર્વ જ્ઞાતી આગેવાનોનો ઠરાવ સર્વાનુમતે મંજુર કરાયો. રાજુલા સ્વામીનારાયણ મંદિર (ભેરાઈ રોડ) ખાતે રાજુલા શહેર અને તાલુકાના સર્વજ્ઞાતિ આગેવાનોની અગત્યની બેઠક મળી જેમાં આઝાદી પછી  સૌપ્રથમવાર રાજુલામાં રામજન્મદીન રામનવમી ચૈત્ર સુદ નોમના દિવસે વિશાળ શોભાયાત્રાનું આયોજન ભેરાઈ રોડ સ્વામિનારાયણ મંદિરથી રાજુલા શહેરના રાજ માર્ગ્પરથી વિધવિધ પ્લોટો, રાસ અને ભોજન મંડળીઓ દ્વારા રાજુલા શહેરને રામમય બનાવી જલારામ મંદિરે પુર્ણ જાહેર કરાશે. આ બાબતે શહેરના તમામ સામાજીક સંસ્થાઓ તરફથી વિધવિધ રીતે સહયોગથી થશે. તેમ સ્વામીનારાયણ મંદિર ગુરૂકુળ મહંત હરીનંદન સ્વામી સાથે રહી વિસરાઈ જતી હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા શહેર અને તાલુકાના દરેક જ્ઞાતિના આગેવાનો ભાજપ શહેર પ્રમુખ મયુર દાદા, રવુભાઈ ખુમાણ જીલ્લા ભાજપ મંત્રી, મહેન્દ્રભાઈ ધાખડા, સાગરભાઈ સરવૈયા, વનરાજભાઈ વરૂ, વિરભદ્રભાઈ ડાભીયા તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ કમલેશભાઈ મકવાણા, રણછોડભાઈ મકવાણા, છત્રજીતભાઈ ધાખડા, વેપારી એાસોસિએશન પ્રમુખ બકુલભાઈ વોરા સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં કરેલ ઠરાવોને સમિતિ દ્વારા બહાલી આપી આજથી તડામાર તૈયારીઓ આરંભાઈ ગયેલ છે.

Previous articleવેરાવળમાં ઘર્ષણ બાદ થયેલી ફરિયાદમાંથી નિદોર્ષના નામ રદ કરવાની માંગ સાથે રેલી
Next articleભાવ. યુનિ. દ્વારા એફ વાય વાર્ષિક પધ્ધતિની પરીક્ષાઓનું આયોજન કરવા થયેલી રજૂઆત