બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં તા.૭/૪/૧૯ ના ક.૨૩/૦૦ થી તા.૮/૪/૧૯ ના ક.૩/૦૦ સુધી કોમ્બીંગ નાઇટનું આયોજન કરવામાં આવેલ હતું જે અનુસંધાને વિભાગીય પોલીસ અધિકારી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ સને-૨૦૧૩ ના વર્ષથી રાણપુર પોલીસ સ્ટેશન પ્રોહી ગુનાનો નાસતો ફરતો આરોપી અર્પણકુમાર કાન્તીલાલ ઉર્ફે શાંતિલાલ ગેહલોત (માળી) ઉ.વ.૨૬ રહે.ડીસા (નવા) વાળાને ડીસા ખાતેથી રાણપુર પોલીસ તથા એલ.સી.બી બોટાદ ના પોલીસ ઇન્સ્પેક્ટ એચ.આર. ગોસ્વામીનાઓની રાહબરી હેઠળ તરૂણભાઇ દાદુભાઇ તથા બી.ડી.ડી.પો. સબ.ઇન્સ. એ.જે.જાડેજાની ટીમ સંયુક્ત રીતે મળીને ઉપરોક્ત આરોપીને પૂછ પરછ સારૂ રાણપુર પોલીસ સ્ટેશન લાવેલ રાણપુર પોલીસ સ્ટેશન ના પો.સબ.ઇન્સ. એમ.જે.સાગઠીયા દ્વારા પૂછ પરછ કરતા આરોપીએ પોતે પોતાની ગુનાની કબુલાત કરતા ધોરણસર રીતે અટક કરી આગળની તપાસ રાણપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.