હવે પૂર્વ મિસ વર્લ્ડ માનુષી હિન્દી ફિલ્મમાં ડેબ્યુ કરશે

688

પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પણ હવે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ માનુષી તેની પ્રથમ ફિલ્મમાં રણવીર સિંહ સાથે રોમાન્સ કરતી નજરે પડશે. માનુષીના બોલિવુડ ડેબ્યુને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી. હવે તેની પ્રથમ ફિલ્મને લઇને ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. જો કે હજુ તેની ફિલ્મના શુટિંગને લઇને સમય લાગી શકે છે. ખાસ બાબત એ છે કે માનુષી તેની પ્રથમ ફિલ્મ યશરાજ બેનર હેઠળ બની રહેલી ફિલ્મ સાથે કરી રહી છે. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૧૭માં મિસ વર્લ્ડ બનેલી માનુષી છિલ્લર ફિલ્મને લઇને આશાવાદી છે. તે હવે બોલિવુડમાં હિસ્સો બનવા માટે તૈયાર છે. ફિલ્મમાં તેની પસંદગી રણવીર સિંહ સાથે કરવામાં આવી છે. બીજી બાજુ માનુષીએ આ અહેવાલને સમર્થન આપતા કહ્યુ છે કે તે બોલિવુડમાં એન્ટ્રી કરી રહી છે. માનુષીની બોલિવુડ એન્ટ્રીને લઇને વારંવાર હેવાલ આવતા રહ્યા છે. માનુષી પોતે બોલિવુડમાં એન્ટ્રી કરવાને લઇને હજુ સુધી ઇન્કાર કરી રહી હતી. હવે તે ડેબ્યુ કરવા માટે તૈયાર થઇ ગઇ છે. થોડાક દિવસ પહેલા એવા હેવાલ આવ્યા હતા કે કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર ફરાહ ખાન પણ માનુષીને લઇને ફિલ્મ બનાવવા માટે ઇચ્છુક છે. જાણવા મળેલી માહિત મુજબ  ફિલ્મનુ શુટિંગ ટુંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મનુ નિર્દેશન મનીષ શર્મા કરનાર છે. ફિલ્મના અન્ય કલાકારોને લઇને હજુ સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. માનુષી છિલ્લર તરફથી કોઇ વાત ફિલ્મને લઇને કરવામાં આવી નથી. બોલિવુડ સ્ટાર રણવીર સિંહ હાલના દિવસોમાં સિમ્બા અને ગલ્લી બોયની સફળતા બાદ ખુશ છે. તેની પાસે કેટલાક પ્રોેજેક્ટ રહેલા છે. તે હાલમાં ફિલ્મ ૮૩ની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મ વર્ષ ૧૯૮૩ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ પર આધારિત ફિલ્મ છે. થોડાક સમય પહેલા કપિલ દેવની સાથે રણવીર સિંહનો એક ફોટો વાયરલ કરવામાં આવ્યો હતો.

હવે એવા હેવાલ આવી રહ્યા છે કે ટુંક સમયમાં યશરાજની ફિલ્મમાં નજરે પડનાર છે. રણવીર સિંહની હાલમાં બે ફિલ્મો સતત સુપરહિટ સાબિત થઇ છે. તે બોલિવુડના લોકપ્રિય સ્ટાર પૈકી એક તરીકે ઉભરી ચુક્યો છે. વર્લ્ડ કપ વિજેતા ટીમ પર આધારિત ફિલ્મનુ નિર્દેશન કબીર ખાન કરી રહ્યા છે. આ ફિલ્મ આગામી વર્ષે ૧૦મી એપ્રિલના દિવસે રજૂ કરાશે.માનુષી છિલ્લરન એન્ટ્રીને લઇને ઉત્સુકતા વધી ગઇ છે. માનુષી હવે બોલિવુડને પોતાના હિસ્સા તરીકે બનાવીને જોરદાર એન્ટ્રી કરીને પગ જમાવવા માટે તૈયાર છે. જો કે તેને હાલમાં બોલિવુડમાં નવી અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી ગળા કાપ સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. હાલમાં બોલિવુડમાં અનેક નવી સ્ટાર કિડ્‌સ, એન્ટ્રી કરી ચુકી છે. જેમાં સારા અને જાન્હવીનો સમાવેશ થાય છે. સુનિલ શેટ્ટી અને ચંકી પાન્ડેની પુત્રી પણ એન્ટ્રી કરી ચુકી છે.

Previous articleરિચા ચઢ્ઢાએ લીધી કબડ્ડી પ્લેયર્સની ‘પંગા’ માટે ટ્રેનિંગ!
Next articleપંજાબ સામે મુંબઇની ટીમ હોટ ફેવરીટ તરીકે ઉતરશે