દરેક વ્યક્તિએ દરેક પરિસ્થિતિમાં આદર-શિષ્ટાચાર જાળવવો જોઇએઃ રોબર્ટ વાડ્રા

609

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાએ નાણામંત્રી અરુણ જેટલી પર ફેસબુક પોસ્ટ દ્વારા પ્રહાર કર્યો છે. અરુણ જેટલીએ રોબર્ટ વાડ્રાની કોંગ્રેસ માટે પ્રચાર કરવાની વાત પર ટિપ્પણી કરી હતી જે અંગે તેમણે ફેસબુક પોસ્ટ દ્વારા જવાબ આપ્યો છે. તેમણે લખ્યું છે કે દરેક વ્યક્તિએ દરેક પરિસ્થિતિમાં આદર અને શિષ્ટાચાર જાળવવો જોઈએ. રોબર્ટ વાડ્રાએ તેની પોસ્ટમાં લખ્યું આદર-સન્માન અને શિષ્ટાચાર જાળવી રાખવાથી વ્યક્તિનું ચરિત્ર જોવા મળે છે. અને આજ વાત હું મારા અભિભાવકો અને રમત મારફતે શીખ્યો છું. સારી સ્પર્ધા દ્વારા એક વ્યક્તિનું સારું ચરિત્ર જ લોકો સામે આવશે જેના પર લોકો નિર્ણય લેશે. દરેકને તેમના ભાવિ માટે શુભકામનાઓ. તાજેતરમાં ચર્ચા હતી કે રોબર્ટ વાડ્રા ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કરશે. જેના પર નાણામંત્રી અરુણ જેટલી તરફથી ટિપ્પણી આવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે મને નથી લાગતું કે આ પ્રચાર કોંગ્રેસને કોઇ પણ લાભ અપાવશે. મીડિયા સાથે વાત કરતા રોબર્ટ વાડ્રાએ પ્રચાર કરવાની વાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ઉમેદવારી દરમિયાન પણ હાજર રહેશે. જો કે અગાઉ પણ તેઓ નામાંકન દરમિયાન હાજર રહી ચૂક્યા છે પરંતુ આજે પ્રચાર માટે તેઓ પહેલી વખત જાહેર મંચ પર આવ્યા છે.

Previous articleપંજાબ સામે મુંબઇની ટીમ હોટ ફેવરીટ તરીકે ઉતરશે
Next articleસ્ટમ્પ્સને વાગવા છતાં બેલ ન પડે એવા બૉલને ડેડ-બૉલ જાહેર કરો : રહાણે