રાજસ્થાન રૉયલ્સના સુકાની અજિંક્ય રહાણેનું એવું માનવું છે કે જો કોઈ બૉલ સ્ટમ્પ્સને વાગવા છતાં બેલ ન પડે તો એવા બૉલને અમ્પાયરોએ ડેડ-બૉલ જાહેર કરવો જોઈએ. રહાણેના મતે ક્રિકેટની આ મહત્ત્વની ઘટના સંબંધમાં નિયમમાં ફેરફાર થવો જોઈએ.
રવિવારે કોલકતા નાઇટ રાઇડર્સ સામેની મૅચમાં રાજસ્થાન રૉયલ્સના સીમ બોલર ધવલ કુલકર્ણીના એક બૉલમાં બૅટ્સમૅન ક્રિસ લીનના બૅટને કટ વાગ્યા બાદ બૉલ સ્ટમ્પ્સને વાગ્યો હતો અને લાઇટ પણ થઈ હતી, પણ બેમાંથી એક પણ (ઝિન્ગ) બેલ નહોતી પડી. વધુ નવાઈ એ વાતની છે કે બૅટ્સમૅનના બૅટની કટ લાગી હોવાથી બૉલ ગતિમાં હતો અને એ બૉલ સ્ટમ્પ્સને વાગ્યા બાદ ફાઇન લેગની દિશામાં બાઉન્ડરી લાઇનની બહાર જતો રહ્યો હતો.
રહાણેએ જણાવ્યું હતું કે ‘નિયમ તો પાળવો જ પડે, પરંતુ આવી સ્થિતિમાં જો બાઉન્ડરી જાય તો એ ન આપવી જોઈએ. બોલરને કંઈક તો લાભ મળવો જ જોઈએ.