મહિલા ફુટબોલઃ ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાંથી બહાર

583

માંડલે (મ્યાનમાર)ઃ ભારતીય મહિલા ફુટબોલ ટીમ અહીં ચાલી રહેલા એફસી ઓલમ્પિક ૨૦૨૦ ક્વોલિફાયરના બીજા રાઉન્ડના ત્રીજા મેચમાં મંગળવારે યજમાન મ્યાનમાર વિરુદ્ધ ૩-૩થી ડ્રો રમ્યા છતાં આગામી રાઉન્ડમાં જગ્યા બનાવવાથી ચુકી ગઈ છે. ભારત માટે સંધ્યાએ ૧૦મી, સંજૂએ ૩૨મી અને રતન બાલા દેવીએ ૬૪મી મિનિટે ગોલ કર્યાં હતા.  મ્યાનમાર માટે વિન થિંગી તુને ૧૭મી, ૨૨મી અને ૭૨મી મિનિટમાં ત્રણ ગોલ કર્યા હતા. ભારતીય ટીમ ૬૪મી મિનિટ સુધી રતનબાલા દેવીના ગોલની મદદથી મુકાબલામાં ૩-૨થી આગળ હતી. પરંતુ ૭૨મી મિનિટમાં મ્યાનમારના હાથે ગોલ ખાવાને કારણે મેચ ૩-૩થી બરોબરી પર આવી ગયો અને અંતમાં આ સ્કોર પર ડ્રો સમાપ્ત થયો હતો.

ટૂર્નામેન્ટમાં આ પહેલા બંન્ને ટીમો બે-બે મેચ રમી હતી અને બંન્નેના ૬-૬ પોઈન્ટ હતા. પરંતુ ગોલના અંતરના આધાર પર યજમાન મ્યાનમારની ટીમ ગ્રુપ-એમાં આગળ હતી અને હવે તેણે આગામી રાઉન્ડ માટે પોતાનું સ્થાન પાક્કુ કરી લીધું છે.

પાંચ મહિના પહેલા કોચ મેયમોલ રોકીના માર્ગદર્શનમાં ભારતીય ટીમે મ્યાનમારમાં જ રમતા પ્રથમવાર ક્વોલિફાયરના બીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ આ વખતે પણ તે આગળ વધી શકી નથી. ભારતીય ટીમ ગોલના અંતરને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

Previous articleસ્ટમ્પ્સને વાગવા છતાં બેલ ન પડે એવા બૉલને ડેડ-બૉલ જાહેર કરો : રહાણે
Next articleઉથલપાથલની વચ્ચે સેંસેક્સ ૨૩૮ પોઇન્ટ વધી બંધ થયો