રાજ્યમાં જૈન સાધ્વીઓને લઇને અવાર નવાર અકસ્માતો થતા હોવાના અહેવાલ સામે આવતા હોય છે, ત્યારે ભરૂચનાં અસુરીયા નજીક હાઇવે પર ટેમ્પોની અડફેટે બે જૈન સાધ્વીઓના મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, સવારે આશરે ૬ કલાકની આસપાસ ભરૂચના અસુરીયા નજીક હાઇવે પર બે જૈન સાધ્વી ચાલતા જઇ રહ્યા હતા, ત્યારે પાછળથી એક ટેમ્પો મોતનો કાળ બનીને આવ્યો હતો.
ટેમ્પોએ બન્ને સાધ્વીઓને જોરદાર ટક્કર મારતા હવામાં ફંગોળાઇ હતી. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
આ ઘટના બનતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા, અને પોલીસને માહિતી આપી હતી. પોલીસને ઘટનાની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને કારણે જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે.