લોકસભાની ચૂંટણીને જોતાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આવામાં ૧૫મી એપ્રિલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવશે. તેઓ રાજુલા પાસે જાહેરસભાને સંબોધશે.
રાહુલ ગાંધી રાજુલા નજીક આસરાણા ચોકડી પાસે જાહેરસભા કરશે. રાહુલ ગાંધીની જાહેરસભા ત્રણ લોકસભા બેઠકને આવરી લેશે. રાહુલ ગાંધી અમરેલી, જૂનાગઢ અને ભાવનગર બેઠક માટે સભા કરશે. જ્યારે રાજુલામાં તેમની આ જાહેરસભા બપોરે ૩થી ૫ વાગ્યા સુધી યોજાશે.
પ્રિયંકા ગાંધી આગામી તા.૧૮ એપ્રિલે રાજ્યમાં ચૂંટણી સભા ગજાવવા આવે તેમ ચર્ચાઇ રહ્યું છે. જોકે હવે પ્રિયંકા ગાંધી પહેલાં અંબાજી અને ત્યાંથી સુરતની મુલાકાત લેશે તે બાબત ચર્ચાસ્પદ બની છે. પ્રિયંકા ગાંધીનો સોમનાથ, દ્વારકાનો પ્રવાસ પડતો નથી મુકાયો, પરંતુ તેમના ગુજરાત પ્રવાસના બીજા રાઉન્ડમાં તેઓ સોમનાથ, દ્વારકા જશે તેમ જાણવા મળ્યું છે.