મોદી રાષ્ટ્રીય હોનારત,તેમને હરાવી દેશ બચાવોઃ શરદ પવાર

419

એનસીપીના વડા શરદ પવારે વડા પ્રધાન મોદીને એક રેલીમાં રાષ્ટ્રીય હોનારત તરીકે ગણાવતા કહ્યું કે રાષ્ટ્રને બચાવવા તેમને આગામી ચૂંટણીમાં હરાવવાની જરૂરિયાત છે. દેશનું શાસન ચલાવવાની વિપક્ષની ક્ષમતા અથવા પવાર પરિવારમાં એકતા બાબતમાં મોદીએ ટિપ્પણી કરવી જોઈએ નહીં. પવારે કહ્યું કે, “દેશ અમે સારી રીતે ચલાવીશું. મોદીએ અમારી ક્ષમતાની ફિકર કરવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે ‘હું મારા ઘરમાં ખુશ છું. તમારે ચિંતા કરવાની જરૂર નથી.

તમારે તો કોઈ દિવસ ઘર હતું જ નહીં. પવારે કહ્યું કે મોદી ગાંધીવાદી હોવાનો દાવો કરે છે અને ચરખા કાંતતા ફોટા પડાવે છે, પણ પહેલી એપ્રિલે વર્ધામાં હોવા છતાં મોદીએ સેવાગ્રામની મુલાકાત લીધી ન હતી. “આ બધું નાટક જ છે. તેમ શરદ પવારે કહ્યું હતું. સરહદ પરની પરિસ્થિતિ બાબતમાં ટીકા કરતા પવારે કહ્યું કે, “૨૦૧૪માં ૨૬૭ હુમલા, ૨૦૧૫માં ૨૦૮ અને ૨૦૧૬માં ૨૧૮ હુમલા થયા છે. ૫૬ ઈંચની છાતી ક્યાં છે?

તેમણે કહ્યું કે મોદી ન્યાયતંત્ર, સીબીઆઈ, આરબીઆઈ જેવી સંસ્થાઓ પર હુમલો કરી રહ્યા છે. એનડીએને હરાવવાનો સમય પાક્યો છે અને ફકત યુપીએ જ તેમ કરી શકે છે.

Previous articleમોદી આજે ગુજરાતમાં : બે જાહેરસભા સંબોધવા તૈયાર
Next articleઅમે ક્યારેય નથી કહ્યુ કે લોકોના એકાઉન્ટમાં ૧૫ લાખ જમા થશે : ગૃહ મંત્રી રાજનાથસિંહ